GUJARAT

NEET કૌભાંડનો આરોપી 4 દિવસના રિમાન્ડ પર: અમદાવાદ CBI કોર્ટના જજ સમક્ષ દીક્ષિત પટેલને રજૂ કરાયો, અત્યારસુધી 5 આરોપી પકડાયા – Ahmedabad News

મેડિકલમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા નીટમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ આવતાં સમગ્ર દેશમાં આ પરીક્ષામાં કૌભાંડ આચરાયું હોવાની શક્યતાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના ગોધરા ખાતેના પરીક્ષા સેન્ટર પર

.

CBIએ આ ચાર આરોપીના રિમાન્ડ માગતાં તેમના ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. કૌભાંડમાં સંડોવાયેલા દીક્ષિત પટેલ નામના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેને ગઈકાલે રાત્રે અમદાવાદની CBI કોર્ટના જજ સમક્ષ સર્કિટહાઉસ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. CBI કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તમામ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા
ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે IPCની કલમ 406, 409, 420, 120B 34 અને 201 મુજબ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7(A, 7a અને 13(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓમાં આરિફ વોહરાની 12 મેના રોજ પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટે પોલીસને ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. 20 મેના રોજ આરોપી પુરુષોત્તમ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી વિભોર પ્રસાદની 19મીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી તુષાર ભટ્ટની 12 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જેના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, પણ તમામ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, ત્યાર બાદ CBIને ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

એક હજાર કિમી દૂર ઉમેદવારોએ એક્ઝામ આપી હતી
ગોધરાની જય જલારામ શૈક્ષણિક સંસ્થામાં હજારો 1000 કિલોમીટર દૂર રહેતા ઉમેદવારોએ સેન્ટર પસંદ કર્યું હતું અને એમાં મેનેજમેન્ટના સભ્યોએ જ આરોપીઓને પેપર લખવામાં મદદ કરી હોય એવું સામે આવી રહ્યું છે. આરોપીઓ યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઓડિશાના છે. ખાસ કરીને પુરુષોત્તમ અને તુષાર ભટ્ટે એક્ઝામ સેન્ટર ઉપર સિલેક્ટેડ વિદ્યાર્થીને મદદ કરી હતી. આ કેસના કનેક્શન દેશવ્યાપી છે, જેમાં રાજસ્થાન, બિહાર, હરિયાણા ઝારખંડ અને દિલ્હી સુધી તાર જોડાયેલા છે. જોકે આરોપીના વકીલે CBI કોર્ટમાં કહ્યું હતું કે તપાસ CBIને આપવાથી ફરીથી રિમાન્ડની જરૂર હોતી નથી. ધરપકડના 15 દિવસ બાદ પોલીસ રિમાન્ડ આપી શકાય નહીં, તે વ્યક્તિના હકોનું ઉલ્લંઘન છે. આરોપી પુરુષોત્તમની ગાડીમાંથી 7 લાખ રોકડા મળ્યા હતા અને 2.30 કરોડના ચેક મળ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!