GUJARAT

નાની શેરડી ગામના યુવકનું કારસ્તાન: NEET ની પરીક્ષા આપ્યાં વિના હોમીયોપેથીક કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી બોરસદના યુવક પાસેથી 13.97 લાખ પડાવ્યાં – Anand News

બોરસદ તાલુકાના નાની શેરડી ગામના એક યુવકે NEET કરેલ ન હોય તો પણ બરોડા હોમીયોપેથીક કોલેજમાં ડોનેશન અને પાંચ વર્ષના કોર્ષ પેટેની તમામ ફી ભરીને એડમીશન મળી જશે તેવો પાકો વિશ્વાસ આપી, બોરસદના યુવક પાસેથી 13.97 લાખ રૂપિયા મેળવ્યાં હતાં. જે બાદ એડમિશન ન અપાવ

.

બોરસદ ગામમાં 100 ફુટ રોડ પર હરીઓમ પાર્કની પાસે આવેલ દિપ દર્શન બંગલોમાં રહેતો 24 વર્ષીય દિપ શંકરભાઈ જાદવ હાલ નડીયાદ મહાગુજરાત હોસ્પીટલમાં એમ.એલ.ટી.નો અભ્યાસ કરે છે. આ દિપ જાદવ સને 2014 ના વર્ષમાં બોરસદ વઘવાલા મુકામે આવેલ સરસ્વતી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. તે વખતે તેના પાછળના ધોરણમાં અભ્યાસ કરતા શ્રેય ગોવિંદભાઈ દેસાઇ (રબારી) સાથે મિત્રતા થઈ હતી. દિપ જાદવ ધોરણ 12 પાસ કરી સને 2017 ની સાલમાં એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરવા રશિયા ગયો હતો. જ્યાં અઢી વર્ષ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યો હતો. જે બાદ વિઝા એક્સટેન્શન ન થતા દિપ જાદવ ડીસેમ્બર 2019 માં પરત ભારત આવી ગયો હતો.

જે બાદ દિપ જાદવે નીટની પરીક્ષા આપવાની તૈયારી શરૂ કરી હતી. સાથે-સાથે સને 2020 ના વર્ષમાં દિપ જાદવે આણંદ ખાતે આવેલ વી. પી સાયન્સ કોલેજમાં બી.એસ.સી. ના પહેલા વર્ષમાં એડમિશન પણ મેળવ્યું હતું. દરમિયાન તારીખ 5-2-20 એક મિત્રના લગ્નમાં આ દિપ જાદવની મુલાકાત શ્રેય ગોવિંદભાઈ દેસાઈ (રહે, નાની શેરડી, રબારીવાસ, તા,બોરસદ) સાથે થઈ હતી. તે વખતે આ શ્રેય દેસાઈએ નીટ ક્લીયર કરેલ ન હોય તો પણ બરોડા હોમીયોપેથીક કોલેજમાં ડોનેશન અને પાંચ વર્ષના કોર્ષ પેટેની તમામ ફી ભરીને એડમીશન અપાવવાની વાત દિપને કરી હતી. જેથી દિપ જાદવે ઘરે જઈને આ વાત પોતાના માતા-પિતાને કરી હતી. જે બાદ આ શ્રેય દેસાઈને ઘરે રૂબરૂ બોલાવી એડમીશન બાબતે વાતચીત કરતા તેણે એડમીશન કરાવવા માટે ડોનેશનના તથા કોલેજના તમામ વર્ષની ફી મળી કુલ રૂપિયા 15 થી 16 લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. દિપ જાદવે આ શ્રેય દેસાઇની વાત ઉપર વિશ્વાસ રાખી તારીખ 6-11-2 ના રોજ એડમીશન માટે ઓનલાઈન અરજી કરી હતી. જેના બીજા દિવસે દિપ અને શ્રેય દેસાઈ જરૂરી ડોક્યુમેન્ટ લઈ તેનું વેરીફીકેશન કરાવવા માટે જી.ઈ.એમ.આર.એસ કોલેજ ગયાં હતાં.

ત્યારબાદ આ દિપ જાદવે થોડા-થોડા કરીને કુલ 13,97,000 રૂપિયા આ શ્રેય દેસાઈને આપ્યાં હતાં. તેમછતાં દિપ જાદવને હોમીયોપેથીક કોલેજમાં એડમીશન મળ્યું ન હતું. દિપ જાદવે કોલેજમાં તપાસ કરાવતાં, પોતાનું એડમિશન થયેલ ન હોવાનું તેમજ આ શ્રેય દેસાઇએ એડમીશન કરાવવા માટે લીધેલ ફી પેટેની રકમ પણ કૉલેજમાં જમા કરાવેલ ન હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે શ્રેય દેસાઇ સાથે વાત કરતા તેણે એનરોલમેન્ટ નંબર બતાવ્યો હતો. જોકે, આ નંબર પણ ખોટો હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી દિપ જાદવે એડમીશન કરાવવા માટે આપેલ 13.97 લાખ રૂપિયા પરત માંગ્યા હતાં. જે તે વખતે શ્રેય દેસાઈએ જુન 2023 સુધીમાં રૂપિયા આપી દઇશ તેમ જણાવ્યું હતું. પરંતુ, રૂપિયા પરત આપ્યાં ન હતાં. દિપ જાદવ જ્યારે પણ રૂપિયા માંગે ત્યારે શ્રેય દેસાઇ વાયદાઓ કરતો હતો. પરંતુ આજ દિન સુધી 13.97 રૂપિયા પરત ન આપતાં, આખરે દિપ જાદવએ આ અંગે બોરસદ સીટી પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે શ્રેય ગોવિંદભાઈ દેસાઈ વિરૂદ્ધ આઈ.પી.સી કલમ 406 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!