GUJARAT

નવી રેલવે યોજના: મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટ્યું – Mumbai News

160 વર્ષ પછી પ્રથમ વખત મોટા ઘાટ અને 28 બોગદાને બાયપાસ કરવા મુંબઈ અને પુણે વચ્ચે નવી રેલવે યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્ય રેલવે વિભાગને એના પર ઝડપથી કામ કરવા જણાવ્યું છે. તેમણે ત્રણ ડબ્બાની સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરી

.

બેંકર લોકોમોટિવ ટ્રેનના એન્જિનની પાછળ જોડવામાં આવે છે. એ ચઢાણના સમયે ટ્રેનને ધક્કો મારે છે અને ઢોળાવમાં નિયંત્રણ ગુમાવવાથી બચાવે છે. અત્યારે મુંબઈ અને પુણે દરમિયાન ઘઆટ વિભાગનું ગ્રેડિયેન્ટ 1:37 છે જેના લીધે ટ્રેનને બેંકર લોકોમોટિવની જરૂર પડે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા છેલ્લા બે વર્ષથી કામ કરીયે છીએ. આગળ સંપૂર્ણ યોજનાનો વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવો, એનું પ્રકલ્પમાં રૂપાંતર કરવું અને ઔપચારિક મંજૂરી માટે મોકલવું એક લાંબી પ્રક્રિયા છે. આ સમસ્યા પર દીર્ઘકાલીન ઉપાય થશે અને મુંબઈ-પુણેને નજીક લાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

પુણે-લોનાવલા ઘાટ અને કસારા-ઈગતપુરી વિભાગનો વિકાસ પણ મહત્વનો છે. આ વિભાગમાં ટ્રેન ચઢાણ, ઢોળાવ અને ઉઁચાઈ જેવા પડકારો સાથે દોડે છે. ઘાટ વિભાગનો ગ્રેડિયન્ટ કેવી રીતે ઓછો કરવો એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બે વિભાગ વિકસિત કરવાની યોજના છે જેથી ટેનની હિલચાલ સુરક્ષિત થશે અને પ્રવાસીઓને સુરક્ષિત લાગશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

પુણે-લોનાવલા ત્રીજી-ચોથી લાઈન

રેલવેમંત્રીએ પુણે અને લોનાવલા દરમિયાન ત્રીજી અને ચોથી લાઈન બાંધવાના પ્રસ્તાવને પણ માન્યતા આપી હતી. અત્યારે પુણે-લોનાવલા વિભાગ 63.84 કિલોમીટર લાંબો ડબલ લાઈન ઈલેકટ્રિક માર્ગ છે. પુણેથી લોનાવલા દરમિયાન ત્રીજી અને ચોથી લાઈનના પ્રશ્ન છેલ્લા અનેક વર્ષથી વિલંબિત છે. આ માર્ગ ચોક્કસ બનશે. એ તૈયાર કરવામાં રાજ્ય સરકારનો પણ ફાળો હોય છે. તેથી મહારાષ્ટ્ર સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

પ્રવાસના સમયમાં કપાત

મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે શરૂ કરેલા મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેનો મિસિંગ લિન્ક પ્રકલ્પ મે 2025 સુધી પૂરો થશે. ખપોલી એક્ઝિટથી સિંહગડ સુધીના અત્યારના મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની લંબાઈ 13.3 કિલોમીટર ઓછી થશે. તેથી મુંબઈ અને પુણે એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 6 કિલોમીટર ઓછી થશે અને પ્રવાસના સમયમાં 20 થી 25 મિનિટનો ઘટાડો થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!