GUJARAT

દબાણ વિના કાર્યવાહી કરો: કાયદા સામે બધા સમાન, કસૂરવાર સામે પગલાં લેવાશેઃ એકનાથ શિંદે – Mumbai News


વરલીમાં શિંદે જૂથના નેતાના પુત્રએ મહિલાને બીએમડબ્લ્યુ કચડી નાખ્યા પછી રાજકીય વિવાદ વકરવાની શક્યતા છે. આ ધ્યાનમાં લેતાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કસૂરવાર સામે કઠોર પગલાં લેવાની સૂચના આપી હતી, જ્યારે રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોલીસને કોઈ પણ દ

.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે મેં આ પ્રકરણમાં પોલીસ સાથે વાત કરી છે. આ ઘટનામાં જે પણ હશે તેની સાથે કૂણું વલણ અપનાવવામાં નહીં આવશે. કોઈને બક્ષવામાં નહીં આવશે. કઠોર પગલાં લેવામાં આવશે. કાયદો બધાને માટે સમાન છે. મુખ્ય મંત્રીએ આ બયાન આપ્યા પછી રાજ્યના ગૃહમંત્રીને નાતે દેવેન્દ્ર ફડણવીસે પણ આક્રમક ભૂમિકા લીધી હતી.

ફડણવીસે જણાવ્યું કે પોલીસને આ પ્રકરણમાં કોઈ પણ દબાણ વિના કાર્યવાહી કરવાના નિર્દેશ મેં આપી દીધા છે. પુણે પોર્શે કાર અકસ્માત પછી પોલીસ અને ગૃહ ખાતા પર અનેક પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા હતા ત્યાં વરલીમાં આ ઘટનાના જવાબદારનું રાજકીય કનેકશન હોવાથી ફરી વિવાદ થવાની શકયતા છે. જોકે વિવાદ વકરે નહીં તે માટે સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ફડણવીસે જણાવ્યું કે કસૂરવારને બક્ષવામાં નહીં આવશે. કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. મેં પોલીસને નિર્દેશ આપી દીધા છે કે આ પ્રકરણમાં કોઈના દબાણમાં આવ્યા વિના કાર્યવાહી કરવી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!