GUJARAT

વિવિધ એજન્ટો સાથે સીધા સંપર્કમાં હતો: બોગસ પાસપોર્ટ કૌભાંડમાં ગુજરાતી અધિકારીની સંડોવણી – Mumbai News


બોગસ પાસપોર્ટ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે)ના અધિકારી અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ દાખલ કર્યો છે. લોઅર પરેલ અને મલાડના પીએસકેમાં પાસપોર્ટ આસિસ્ટન્ટ, સિનિયર પાસપોર્ટ આસિસ્ટન્ટ સહિત 14 અધિકારીઓ વિરુદ્ધ 12 કેસ સીબીઆઈએ

.

અમારી તપાસમાં એવું બહાર આવ્યું છે કે પરેલના કેન્દ્રનો સુપરિન્ટેન્ડેન્ટ /ગ્રાન્ટિંગ ઓફિસર (પીઓ) ઉમેશ દેવઢિયા વિવિધ એજન્ટો સાથે નિયમિત સંપર્કમાં હતો. તેણે ખોટી તરફેણ કરવા માટે શેખ મુઝમ્મિલ નામે એક એજન્ટ પાસેથી રૂ. 4.08 લાખની લાંચ ઓક્ટોબર 2020થી જૂન 2024 દરમિયાન પ્રાપ્ત કરી હતી. તેના બેન્ક ખાતામાં મે 2023થી મે 2024 દરમિયાન રૂ. 7.37 લાખની શંકાસ્પદ ક્રેડિટ એન્ટ્રીઓ પણ મળી આવી છે. ઉપરાંત અન્ય એજન્ટો પાસેથી દેવઢિયાએ લાભો લીધા હોવાનું પણ બહાર આવ્યું છે, જે અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ સીબીઆઈના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.

મુઝમ્મિલ અને અન્ય અજ્ઞાત એજન્ટો વિવિધ પાસપોર્ટ અરજદારો પાસેથી અનધિકૃત રીતે પૈસા લઈને ભ્રષ્ટ વ્યવહારમાં સંકળાયેલા છે અને સંબંધિત અરજદારોના પાસપોર્ટ જારી કરાવવા માટે દેવઢિયાને લાંચ આપતા હતા, એમ તેમણે જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!