GUJARAT

એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: મોરબીમાંથી હેરોઈનનો જથ્થો પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ – Morbi News

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી 149.60 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે બે શખ્સને એક વર્ષ પહેલાં પકડવામાં આવ્યા હતા. તેની પાસેથી પોલીસે કુલ મળીને 7,63,100ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને હા

.

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે પીકઅપ સ્ટેન્ડ પાસેની એક વર્ષ પહેલાં પોલીસે બાતમી આધારે હેરોઈનની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી કૈલાશ ગોરખારામ નાઇ નામનો શખ્સ હેરોઈનનોજથ્થા સાથે પકડાયો હતો. પોલીસે પોલીસે 7.48 લાખનો હેરોઇનનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 7,63,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કૈલાશ ગોરખારામ નાઈ તેમજ રાજેશકુમાર મોહનરામ સિયાગ (રહે. બંને રાજસ્થાન)ને ત્યારે પકડ્યા હતા.

આ કેસની જે તે સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. સગારકાને તપાસ સોપવામાં આવી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા એક વર્ષથી પકડવાનો બાકી હતી. જે આરોપી મનોહર કાલુરામ સોની (35 રહે. સરનાઉ સાંચોર રાજસ્થાન) રાજસ્થાનમાં જ હોવાની બાતમી મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ અને દશરથસિંહ ચાવડાને મળી હતી. જેના આધારે ત્યાં જઈને રાજસ્થાનથી તેને પકડી લાવીને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!