GUJARAT

વકીલો અને અરજદારો હેરાન: મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાળમાં જોડાયા – Morbi News


રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ હડતાલ ઉપર છે. જેમાં મોરબી જિલ્લાના પણ કર્મચારીઓ જોડાયા છે. જેથી હાલમાં ઓફિસમાં કામગીરી બંધ થઈ ગઈ છે અને વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામો ઠપ થઈ ગયા છે. જો આગામી તા.31 સુધીમાં પડતર

.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી કરીને આજે સોમવાર તા. 22થી રાજ્યભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે કચેરીમાં પેનડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે. જે હડતાલ આગામી તા. 31 સુધી ચાલુ રહેવાની છે અને તેમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયા છે. મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં હાલમાં શરૂ કરવામાં આવી છે. જેથી કરીને ઓફિસોમાં કામ બંધ થઈ જતાં હાલમાં મોરબી જિલ્લામાં વકીલો અને અરજદારો સહિતના હેરાન થઈ રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્થાનિક કર્મચારીઓ જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આટલું જ નહીં તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા માટે મંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!