GUJARAT

સંકલનની બેઠક મળી: મોરબી જિલ્લાના વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નોનો સંકલનની બેઠકમાં ઢગલો – Morbi News

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નોનો આ બેઠકમાં ઢગલો કરવામાં આવ્યો હતો. જેથી કલેકટર દ્વારા સં

.

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી તેમજ મેઘજીભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

તેઓની હાજરીમાં આ બેઠકમાં જીલ્લાના વીજળી, પાણી, સિંચાઈ, વાંકાનેર સર્કિટ હાઉસ બનાવવા, વાંકાનેરમાં પીજીવીસીએલની નવી ઓફિસ બનાવવા, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, નેશનલ હાઇવે પર વરસાદી પાણીના નિકાલ, પાક વીમાની ચુકવણી બાબતે તેમજ વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતા મહેકમ બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!