GUJARAT

‘કયા કયા અધિકારીઓ નેતાઓ પાસેથી બંડલ મેળવે છે’: જિતુ સોમાણીએ અધિકારીઓને કરેલી ટકોર પર મેવાણીએ કહ્યું- ‘સરકાર વાંકાનેરના ધારાસભ્ય પાસે ખુલાસો માગે’ – Morbi News


મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “પૈસાવાળા તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી જશે” તેવું કહ્યું હતું. તે વિષે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પૂછાતાં તેમણે કહ્યું હતું કે, સરકાર વાંકાનેરના ધારાસભ્ય પાસે

.

‘ભાજપના નેતાઓ પોતાના કામ કઢાવવા અધિકારીઓને દબાવે છે’
ગતરોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “પૈસાવાળા તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી જશે” તેવું કહ્યું હતું. તે વિષે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પૂછાતાં તેમણે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ભાજપના નેતાઓ પોતાના કામ કઢાવવા માટે અધિકારીઓને આ રીતે દબાવે છે. જો ખરેખર તેઓને ખબર જ હોય કે ક્યાં ટેબલે, ક્યાં અધિકારી કેટલા રૂપિયા લે છે તો તેમણે વિજિલન્સ, એન્ટિ કરપ્શનમાં લેખિત રજૂઆત કરીને પગલાં લેવડાવવા જોઇએ.

ભાજપ MLA જીતુ સોમાણીની ફાઈલ તસવીર.

જાણો શું કહ્યું હતું જીતુભાઈ સોમાણીએ
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં ગઇકાલે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ નબળી કામગીરી કરનાર એજન્સીઓને બ્લેક લિસ્ટ ન કરતાં અધિકારીઓને કહ્યું હતું કે, “નબળા માણસોના કામ કરો, બાકી પૈસાવાળા માણસો તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી જવાના છે.” જે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફાઈલ તસવીર.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફાઈલ તસવીર.

‘ભાજપનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે’
આ બાબતે મોરબીમાં આવેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ધર્મની રાજનીતિ કરતાં અને રામનું નામ લેતા ભાજપનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે.

‘સરકારે વાંકાનેરના ધારાસભ્યનો ખુલાસો માગવો જોઈએ’
મેવાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે મોરબી જિલ્લાના વાંકાનેરના ધારાસભ્યનો ખુલાસો માગવો જોઈએ કે ક્યા ક્યા અધિકારીઓએ, ક્યા ક્યા નેતા પાસેથી પૈસાના બંડલ મેળવ્યા છે. તેમની પાસે જે માહિતી હોય તેના આધારે વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ, એન્ટિ કરપ્શનમાં રાજ્યના ચીફ સેક્રેટરી, રાજયના ડીજીપીને લેખિતમાં રજૂઆત કરીને પગલાં લેવડાવવા જોઇએ.

‘ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે’
જો કે, ભાજપના શાસનમાં “અધિકારીઓને તમે શું ધંધા કરો છે” એટલું કહીને નેતાઓ છટકી જાય છે. પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે. આમ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ પહોંચ્યો છે. તેવો સીધો આક્ષેપ કોંગ્રેસનાં ધારાસભ્યએ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટચાર ચરમસીમાએ છે અને એટલે જ તો અધિકારીઓનાં પાપે ઝૂલતા પુલ, ગેમઝોન અને હરણી જેવી ઘટનાઓ બને છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!