GUJARAT

ચાર વર્ષનો બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં: ગાંધીનગરમાં નિર્માણાધીન MLA ક્વાર્ટર્સની લેબર કોલોનીમાં ચાર વર્ષનો બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં, સિવિલમાં દાખલ કરાયો – Gandhinagar News


ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં દહેગામ ના અમરાજી મુવાડા, કલોલનાં પાનસર તેમજ ભાટ ઝુંપડા વિસ્તારમાંથી ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ બાળ દર્દીઓ મળી આવ્યા છે. જે પૈકી રિપૉર્ટ આવે એ પહેલાં જ દહેગામ અને ભાટનાં બે બાળકોનાં મોત થઈ ચૂક્યા છે ત્યારે આજે સેકટર

.

ગાંધીનગર જિલ્લામાં એક પછી એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ બાળકીને ઝપેટમાં લઈ રહ્યા છે. આજે પણ ગાંધીનગરના સેકટર – 17 ખાતે નિર્માણાધીન MLA કવાર્ટરની લેબર કોલોનીમાં રહેતા શ્રમજીવી પરિવારનાં ચાર વર્ષીય દીકરાને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળ્યા છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, MLA ક્વાર્ટર્સની લેબર કોલોનીમાં ચાર વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્યો માટે નિર્માણાધીન ક્વાર્ટર્સની લેબર કોલોનીમાં 80 ઘરો આવેલા છે. જેમાંથી ૩૫ ઘરોમાં લોકો રહેતા જોવા મળેલ છે. જેમાં 0 થી 14 વર્ષના 30 બાળકો છે. હાલમાં અન્ય કોઇ શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી. આ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ તથા સોર્સ ડીડકશન કામગીરી શરૂ કરી સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!