GUJARAT

બે ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત: મહેસાણામાં આગળ જતી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી ગયો, પતરા કાપી કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કઢાયો – Mehsana News


મહેસાણાના પાંચોટ બાયપાસ હાઇવે પર આવેલા રામોસણા બ્રિજ પર ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી ટ્રક પાછળ રાત્રે અન્ય એક ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતા તેને કાઢવામાં તંત્રને પાંચ કલાક

.

મહેસાણાના પાંચોટ સર્કલ થી આગળ આવેલા રામોસણા બ્રિજ પર ગઈકાલે રાત્રે 11 કલાકે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાછળથી અન્ય એક ટ્રક ચાલક આગળ જતાં ટ્રકમાં ઘુસી જતા કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાદમાં મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જ્યાં ફાયરની ટીમો,108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી.

સમગ્ર કેસમાં મહેસાણા તાલુકા પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે તેઓ રાત્રે પેટ્રોલીગ પર હતા. આ દરમિયાન અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ડ્રાઈવર કેબિનમાં ફસાયેલો જોવા મળતા મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, અકસ્માત એટલો ભયાનક હતો કે, કેબિન આગળના ટેલરમાં ફસાઈ જતા બહાર નીકળી શક્યું નહોતું. પોલીસે ત્રણ ક્રેન બોલાવી ત્યારબાદ સવારે ચાર કલાકે કેબિન કાપી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવર મોતને ભેટ્યો હતો.

રમણ રોડ વેજના રાજેશ સેખાવતે ભાસ્કર ને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના પ્રતાપ ગઢનો ડ્રાઇવર મોહમદ શરીફ 8 જુલાઈ સાંજે ગુજરાતના મીઠાપુર થી ગાડીમાં ટાટા સોડા ભરીને હિમાચલ પ્રદેશ જવા નીકળ્યો હતો.જ્યાં મહેસાણા પહોંચતા જ અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવર નું મોત નીપજ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!