GUJARAT

વડોદરામાં MD ડ્રગ્સનો વેપલો: મચ્છીપીઠ વિસ્તારમાંથી 11 લાખનું મેફેડ્રોન ઝડપાયું, પતિ જેલ ગયો ને પત્નીએ ફરી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો, 3 ઝડપાયા – Vadodara News

વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી વડોદરા SOG પોલીસે 11 લાખ રૂપિયાની કિંમતનો 111 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પતિ ડ્રગ્સના કેસમાં જેલમાં ગયા બાદ પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસ તપ

.

111 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું
વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઇન એપાર્ટમેન્ટમાં 3 આરોપી MD ડ્ર્ગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે. જેને આધારે વડોદરા SOG પોલીસે મોઇન એપાર્ટમેન્ટના ઘરમાં રેડ કરી હતી અને જ્યાં 11.09 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94 હજાર રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યાં છે. આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

બે મહિલા સહિત ત્રણની ધરપકડ
આરોપી રેહાના ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો પઠાણ (રહે. મોઇન એપાર્ટમેન્ટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા), મોહંમદકામીલ મોહંમદકાસીમ શેખ (રહે. હસનેન ફ્લેટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા) અને નિગત મોહંમદકામીલ શેખ (રહે. હસનેન ફ્લેટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા)ની વડોદરા SOG પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ફૈઝલ (રહે. માહીમ, મુંબઇ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઇથી લાવતા
વડોદરા SOG પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા નવાબવાડામાંથી અમે 111 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી રિહાનાના પતિ SOGના એક કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં છે. પતિ જેલમાં ગયા બાદ ફરી પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો છે. આરોપી મહિલા નિગત એ રેહાનાની બહેનની દીકરી છે. આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઇથી લાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બે મહિના પહેલા બે શખ્સો ઝડપાયા હતાં
ઉલ્લેખનિય છે કે, બે મહિના પહેલા જ મચ્છીપીઠ વિસ્તારમાંથી બે શખ્સને 5.29 લાખની કિંમતના 52.92 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ઝડપી પાડ્યા હતા. તે વખતે મોહંમદહમઝા સલીમમીયા શેખ (રહે. અવકાફે નવાબસાહેબ મુસાફરકખાના મસ્જીદ સામે આવેલ એપાર્ટમેન્ટના પહેલા માળે, મચ્છીપીઠ, રાવપુરા, વડોદરા શહેર) અને ફૈઝાન ઇકબાલ મલેક (રહે. લાલજીકુઇ દરગાહની સામેની ગલીમાં, નાગરવાડા, રાવપુરા, વડોદરા શહેર)ની પોલીસે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!