GUJARAT

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા: બાંગ્લાદેશ MBBS ભણવા ગયેલા રાજ્યના 100થી વધુ વિદ્યાર્થી ફસાયા, વાલીઓ ચિંતિત – Ahmedabad News


સરકારી નોકરીઓમાં અનામત મામલે બાંગલાદેશમાં હિંસા ફાટી નીકળી છે. વિરોધપ્રદર્શનના પગલે 19 જુલાઈ રાતથી સમગ્ર દેશમાં સરકારે કર્ફ્યૂ લાદી દીધો છે. હિંસા પોલીસના નિયંત્રણ બહાર જતા સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે.

.

મીડિયા રિપોર્ટ મુજબ દેખાવકારો અને સેના વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી 130થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ હિસાબે ખાસ કરીને ગુજરાત અને ભારતમાંથી બાંગલાદેશના વિવિધ શહેરોમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે. અમદાવાદ દાણીલિમડામાં રહેતા ઝફર શેખે દીકરા ઝિયાનને એક મહિના પહેલા જૂન-2024માં યુનિવર્સિટી ઓફ ઢાકા દ્વારા એફિલિએટેડ ખુલના શહેરની આદીન અકીજ મેડિકલ કોલેજ (AAMC) માં એમબીબીએસનો અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો હતો.

ચાર દિવસથી મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સુવિધા સ્થગિત કરી હોવાથી કોલ થઈ રહ્યાં નથી. લોકલ ઈન્ડિયન નંબર ઉપર માત્ર એસએમએસથી સંપર્ક થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પાસે બાંગલાદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓની કોઈ નોંધણી નથી, પરંતુ બાંગલાદેશની વિવિધ કોલેજોમાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાનું જાણવા મળે છે.

ભાજપ અનુસૂચીત જાતિ મોરચા, ગુજરાત પ્રદેશના હોદ્દેદાર અરવિંદ કતપરાએ બાંગલાદેશમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સાંસદ એસ. જયશંકરને ફોન કોલ કરી મદદ માગી હતી.

ટેક્સ્ટ મેસેજના માધ્યમથી ફસાયેલાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી

દિવ્ય ભાસ્કરે બાંગલાદેશમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે. ઈન્ટરનેટ અને વોઈસ કોલ થઈ શકતા નથી માટે વિદ્યાર્થીઓ સાથે એસએમએસના માધ્યમથી વાત કરી તેમની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ‘અમે બાંગલાદેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, પરંતુ દરરોજ કોઈને કોઈ અવરોધ આવી જાય છે અને અમે ગુજરાત પરત ફરી શકતા નથી. ચારે તરફ કર્ફ્યૂનો માહોલ છે. હિંસામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. ડરનો માહોલ છે. ઈન્ટરનેટ સુવિધા બંધ છે. પરિવાર સાથેનો સંપર્ક છૂટી ગયો છે. ઢાકાની કોલેજમાં કેટલીક છોકરીઓ ફસાયેલી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!