GUJARAT

નાસતો-ફરતો આરોપી પકડાયો: આણંદ LCB પોલીસે પ્રોહીબીશનના 3 ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો, આરોપીએ આણંદ ટાઉન, ખંભાત રૂરલ અને શહેરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના આચર્યા હતાં – Anand News

આણંદ એલ.સી.બી પોલીસની ટીમે આણંદ ટાઉન, ખંભાત રૂરલ અને શહેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાનો નાસતા-ફરતા આરોપીને મહેન્દ્ર શાહ ચોકડી નજીકથી ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

.

અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીની સુચના અંતર્ગત આણંદ એલ.સી.બી પોલીસે જિલ્લા તથા રાજયના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પ્રોહિબિશનના ગુનાનો નાસતો-ફરતો આરોપી જાવેદ ઠારૂન મેમણ (રહે. મેહતાબસુફી પાનના ગલ્લાની પાછળ, ભાલેજ ઓવરબ્રીજ ની પાસે, આણંદ) શહેરના મહેન્દ્ર શાહ ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી.

જેથી પોલીસની ટીમે મહેન્દ્ર શાહ ચોકડીએ જઈ આ જાવેદ મેમણની અટકાયત કરી હતી. પોલીસે આ જાવેદ મેમણની પુછપરછ કરતાં, તે આણંદ ટાઉન, ખંભાત રૂરલ અને પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પ્રોહીબીશનના ત્રણ ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આ પકડાયેલા આરોપી જાવેદ મેમણને આણંદ ટાઉન પોલીસને સોંપી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!