GUJARAT

તસ્કર ટોળકી LCBના હાથે ઝડપાઈ: ગાંધીનગરમાં પીકઅપ ડાલુ લઈને ચોરીના ગુનાને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ; બે સાગરિતોની રૂ. 1.95 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ – Gandhinagar News

ગાંધીનગરમાં પીકઅપ ડાલુ લઈને ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી બે સાગરિતોને રૂ. 1.98 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાલજનાં ફાર્મ હાઉસની ચોરી અને ચાંદખેડાનાં બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

.

એક સપ્તાહ અગાઉ પાલજ ગામની સીમમાં આવેલ સર્વે નં – 398/2 વાળી જમીનમાં આવેલા ફાર્મમાં રાખેલા લોખંડના કન્ટેનરની બારી તોડી અંદર પ્રવેશ કરી એક સોફા કમ બેડ, ફ્રીજ, બ્લ્યુ સ્ટાર એ.સી. તથા ઇલેક્ટ્રીક સગડી, પ્લાસ્ટીકની ખુરીશીઓ નંગ 20 મળી કુલ રૂા. 44 હજારની મત્તાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ ઉપર અંકુશ મેળવવા માટે એલસીબી PI ડી.બી.વાળાની અલગ અલગ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી.

મળેલી બાતમીનાં આધારે મુરલીધર ઉર્ફે મોહન રોશનલાલ અમરાલાલ સાલ્વી અને હેમરાજ ઉર્ફે કિશન સોહનલાલ લેલારામ રેગર(બન્ને હાલ રહે. વૈષ્ણોદેવી સર્કલ નજીક, ત્રાગડ અંડર બ્રીજની પાસે, બાલાજી પસ્તી ભંડાર નામની દુકાનમાં, ત્રાગડ,મૂળ. રાજસ્થાન)ને લેકાવાડા પાટીયા ખાતેથી ઝડપી લેવાયા હતા. તેઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલ તથા અન્ય વાહન ચોરીનો મુદ્દામાલ મળી કુલ રૂા.1. 95 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ અંગે એલસીબીએ કહ્યું કે, ગેંગના ઉક્ત બે સાગરિતોની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે મુલચંદ ઉર્ફે મુકેશ ભોજારામ બલાઇ (સાલ્વી), પ્રકાશ નારણજી કુમાવત, અરવિંદ રાજેન્દ્ર આચાર્ય તેમજ ધર્મેશચંદ્ર સાલ્વી (તમામ રહે. રાજસ્થાન) વોન્ટેડ છે. આરોપીઓ પાસેથી સોફા, સગડી, મોબાઈલ, પીકઅપ ડાલુ, બાઈક તેમજ સોફા કમ બેડ કબ્જે લેવાયા છે. આરોપીઓએ ગીફ્ટસીટી ખાતે અકસ્માતગ્રસ્ત બાઈક પીકઅપ ડાલામાં ભરીને ચોરી કરી હતી. તેમજ ચાંદખેડામાં પણ બાઈક ચોર્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!