GUJARAT

‘રાહુલ ગાંધી માફી માંગે’: ભુજમાં જિલ્લા યુવા ભાજપ દ્વારા વિપક્ષી નેતાના નિવેદન મામલે વિરોધ પ્રદર્શન કરાયું, કોંગ્રેસ કાર્યાલય બહાર નારેબાજી કરાઈ – Kutch (Bhuj) News


દિલ્હી સ્થિત લોકસભા સદન ખાતે ચાલતી કાર્યાવહી દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દૂ સમાજ સામે વિવાદિત ટિપ્પણી કરાયા મામલે સમગ્ર દેશમાં ગંભીર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે કચ્છમાં પણ વિવાદિત બોલ સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્ય

.

આ અંગે યુવા ભાજપ અગ્રણી રાહુલ ગોર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે લોકસભા સદન ખાતે ગઈકાલે રાહુલ ગાંધી દ્વારા જે હિન્દૂ વિરોધી ટિપ્પણી કરવામાં આવી હતી તનો શહેરના કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં યુવા ભાજપના સભ્યો સાથે વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી હાય હાય અને હિન્દૂ સમાજ કા યહ અપમાન નહિ સહેગા હિન્દુસ્તાન જેવા નારાઓ પોકારી વિવાદિત બયાન મામલે રાહુલ ગાંધી માફી માંગે એવી વાત રજૂ કરાઈ હતી.

આ સમયે ભાજપ અગ્રણી નરેન્દ્ર પ્રજાપતિ, સુધારાઈ અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, બાલકૃષ્ણ મોતાં, જી.ભા.મંત્રી પ્રફુલસિંહ જાડેજા, ભીમજી જોધાણી, નગરસેવકો ધર્મેન્દ્ર ગોર અને કશ્યપ ગોર , ધર્મેન્દ્ર લાલન વગેરે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!