GUJARAT

ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન: કચ્છમાં ઈયળોનો ઉપદ્રવ યથાવત, ભુજ, અંજાર, નખત્રાણા તાલુકા બાદ હવે અબડાસાના ઐઇડામાં પણ ઈયળો આવી ચડી – Kutch (Bhuj) News


કચ્છમાં હાલ ગરમી ઉકળાટ અને વરસાદી માહોલ વચ્ચે જમીની ઈયળોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યો છે. સૂકી ધરા પર વ્યાપક પ્રમાણમાં ઈયળો ફરી વળતા લોકોમાં કુતુહલ ફેલાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભુજ, અંજાર અને નખત્રાણા તાલુકાના ગણેશનગર સહિતના ગ્

.

હાલની પરિસ્થિતિ પ્રમાણે ઈયળોના ઉપદ્રવના કારણે લોકોને બહાર નીકળવામાં અને ઘરની અંદર રહેવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જીવદયાના હિમાયતી લોકો ઈયળોના બચાવ માટે રસ્તો પસાર કરવામાં હાલાકી ભોગવી રહ્યાનું જાણવા મળ્યું છે. ઐઇડા ગામમાં તો લોકો ઘરમાં ભોજન પણ કરી શકતા નથી એવું સ્થાનિકોએ કહ્યું હતું. અનેક ઘરોમાં તો રાતે ઘરની બહાર સૂવાનો વારો આવી ગયો છે.

આ જીવાતને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. વળી કયાંક ખેતરે વાવણી કરવા જતા ખેડૂતો પણ મોટાપાયે ખેતરોમાં જીવાત જોવા મળી રહી છે. ભુજના લેર ગામે પણ આજ પ્રકારની ઈયળો બહાર આવી ચડી હતી. આ અંગે ગામ અગ્રણી હિતુભા જાડેજા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ભારે ઉકળાટના કારણે દર વર્ષે ઈયળો જમીન બહાર આવી જતી હોય છે. તે નુકશાનકારક ના હોવાથી ગભરાવવાની જરૂર હોતી નથી. કુકમાં ગ્રામ પંચાયત દ્વારા દવા છંટકાવ કરતા ઈયળોને કાબુમાં લેવાઈ હતી. ખેતીવાડી કચેરીનો સંપર્ક ના થઇ શકતા ઈયળો વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકી ના હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!