GUJARAT

સાર્વજનિક પ્લોટમાં દીવાલ બનાવવાની માગ: જૂનાગઢના ગિરિરાજ પાર્કમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં રખડતા પશુઓના અડિંગા અને ગંદકીના કારણે લોકોમાં રોષ – Junagadh News


જૂનાગઢના ગિરિરાજ પાર્ક દીપાંજલિ- 2 ના રહીશોમાં સ્થાનિક પ્લોટને લઇ આક્રોશ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં આવેલા સ્થાનિક પ્લોટમાં રોજ ગાયો બેસવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને અહીંના સ્થાનિકોને મચ્છરજન્ય રોગ થ

.

દીપાંજલિ ગિરિરાજ નગરમાં રહેતા રાજાભાઈ મારુંએ જણાવ્યું હતું કે, અહીં એક સાર્વજનિક પ્લોટ છે જેની આસપાસ 200 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે. ત્યારે સાર્વજનિક પ્લોટ ફરતે દિવાલ બનાવી આપવાની મહાનગરપાલિકા માત્ર વાતો કરી રહી છે. આ વિસ્તારમાં ગંદકીના ગંજ જમ્યા છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. અહીં પશુઓનો પણ એટલો ત્રાસ છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે એક વખત આ વિસ્તારની મુલાકાત લઇ વાસ્તવિકતા જાણવી જોઈએ. આ પરિસ્થિતિ જોતા શહેર કરતાં ગામડાની પરિસ્થિતિ ઘણી સારી છે.

ગિરિરાજ નગરમાં રહેતા રામભાઈ રાવલિયાએ જણાવ્યું હતું કે, હું અહીં સાર્વજનિક પ્લોટની બાજુમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. આ સાર્વજનિક પ્લોટ મામલે મહાનગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે. છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટર લોકોને સમસ્યા સાંભળતા નથી. આ વિસ્તારમાં સ્થાનિકોને નડતરરૂપ ઝાડ કાપવા માટે પણ વારંવાર રજૂઆત કરી છે ગંદકીના કારણે અહીં મચ્છરનો ત્રાસ પણ ખૂબ વધ્યો છે. આ વિસ્તારમાં સ્થાનિકોએ રહેવું ખૂબ મુશ્કેલી ભર્યું બન્યું છે. ત્યારે આ સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા દિવાલ બનાવી આપવામાં આવે અને બ્લોક નાખવામાં આવે તેવી સૌ સ્થાનિકોની માંગ છે.

દીપાંજલીના સિદ્ધિ વિનાયક ફ્લેટમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે બરોબર અમારા ઘરની સામે જ આ સાર્વજનિક પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં દિવસે અને દિવસે ગંદકીનું સામ્રાજ્ય વધતું જાય છે. જેના કારણે અહીંના સ્થાનિકો હેરાન પરેશાન છે. આ પ્લોટ સાર્વજનિક છે. જેમાં દરરોજ 35 થી 40 ગાયો ઉભી રહે છે. જેના કારણે આ પ્લોટમાં ખૂબ ગંદકી થાય છે. જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયા અને મચ્છરજન્ય રોગો થાય તેવો પણ અહીંના સ્થાનિકોને દર્શવી રહ્યો છે.15 દિવસે એકવાર અહીં માત્ર રોડ સાફ કરવા માટે મહાનગરપાલિકાના માણસો આવે છે પરંતુ પ્લોટ માં કોઈ સાફ-સફાઈ કરવામાં આવતી નથી.

આ મામલે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે ગિરિરાજ પાર્કમાં આવેલો સાર્વજનિક પ્લોટ ત્રણ સોસાયટીઓને લાગુ પડતો સાર્વજનિક રોડ છે. જ્યાં દસ લાખના ખર્ચે પેવર બ્લોક, કમ્પાઉન્ડ અને ગેટ બનાવી આપવામાં આવશે. કારણ કે અહીં ઘાસચારો નાખવાના કારણે ગાયો અહીં બેસે છે. જે લોકો અહીં ઘાસચારો નાખતા હતા તેને પણ અપીલ કરવામાં આવી છે કે અહીં ઘાસચારો ન નાખ્યો જેના કારણે ગંદકીની સમસ્યા ઊભી ન થાય.

સાર્વજનિક પ્લોટ મામલે આસપાસની ત્રણ સોસાયટીના રહીશોને અહીં બોલાવવામાં આવ્યા છે. ત્યારે ત્રણેય સોસાયટીઓના રહીશોનો એક મત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી જે નડતરરૂપ ઝાડ છે તેને પણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે. છતાં પણ હજુ આ સ્થાનિકોનો કોઈ પણ પ્રશ્ન હશે તે વહેલી તકે ઉકેલવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!