GUJARAT

નિર્ણય: વેરાવળ, ઓખા, પોરબંદર, જામનગર માટે ખાસ રિઝર્વેશન વિનાની ટ્રેનો દોડશે – Junagadh News


ભાવનગર ડિવિઝન દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાને લઇ અને ટ્રેનોમાં થતી વધારાની ભીડ અટકાવવા માટે વેરાવળ, ઓખા, પોરબંદર, જામનગર માટે 4 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા કે, ભાવન

.

યુટિલિટી

‘{ ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14 જુલાઇના રોજ જામનગર સ્ટેશનથી 2 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 10:30 કલાકે પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14 જુલાઇના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 18.00 કલાકે ઉપડશે અને તારીખ 15 જુલાઇના સવારે 06.15 કલાકે જામનગર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.

{ ટ્રેન નંબર 09538 વેરાવળ-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના વેરાવળથી સવારે 4.00 વાગ્યે ઉપડશે અને સવારે 10.30એ ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09537 ભાવનગર-વેરાવળ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના ભાવનગર ટર્મિનસથી 18.00 કલાકે ઉપડશે, તારીખ 16 જુલાઇના 01.20 કલાકે વેરાવળ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન ચોરવાડ રોડ, માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

{ ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15 જુલાઇના ઓખાથી 23.20 કલાકે ઉપડશે અને તારીખ 16 જુલાઇના સવારે 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 16 જુલાઇએ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે અને તારીખ 17એ સવારે 07.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

{ ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 18 જુલાઇના પોરબંદરથી 23.00 કલાકે ઉપડશે, તારીખ 19 જુલાઇના સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 19 જુલાઇના ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે, તારીખ 20 જુલાઇના સવારે 06.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેનોના નંબર, સમય અને ટાઇમટેબલ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!