GUJARAT

સ્ટુડન્ટને JEE અને NEET માટે TATAનો સહારો: અમદાવાદ ગ્રામ્ય DEOની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11-12માં કોચિંગ અપાશે, શહેર DEO ઓનલાઈન ભણાવશે – Ahmedabad News


અમદાવાદ જિલ્લામાં એન્જિનિયરિંગ કે મેડિકલમાં ભણવા માગતા વિદ્યાર્થીઓના સપના સાકાર થઈ શકશે. લાખોની ફી ચૂકવ્યા વગર સાયન્સના સ્ટુડન્ટને જોઈન્ટ એન્ટ્ર્ન્સ એક્ઝામ (JEE) અને નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરાવાશે. ટાટા મોટર્સના સહયોગથી

.

ગરીબ-મધ્ચમ વર્ગના પરિવારના બાળકોને વિનામૂલ્યે કોચિંગ મળશે
ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે JEE અને NEETની પરીક્ષા ફરજિયાત છે. ધોરણ 11થી જ વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ દ્વારા તૈયારી કરતા હોય છે, પરંતુ ગરીબ અને માધ્યમ વર્ગીય પરિવારના બાળકો આ કોચિંગ મેળવી શકે તેમ નથી. કારણ કે, આ કોચિંગ મેળવવા પણ લાખો રૂપિયા ફી ભરવી પડે છે, ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે JEE અને NEETનું કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સ્કૂલમાં રજા પાડ્યા વગર વિદ્યાર્થી કોચિંગ મેળવી શકશે
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસમાં લાખો રૂપિયા ફી ભરી શકે તેમ નથી, જેથી અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા આ વર્ષથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલથી કોચિંગ ક્લાસમાં ના જતા હોય તેવા વિદ્યાર્થીઓ વિના મૂલ્યે JEE અને NEETની પરીક્ષા માટે તૈયારી કરી શકશે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે આ કોચિંગ મેળવી શકશે, જે માટે સ્કૂલમાં ગેરહાજર રહેવાની પણ જરૂર નહીં પડે.આ વિદ્યાર્થીઓ કોચિંગમાં જતાં વિદ્યાર્થીઓની જેમ જ હવે તૈયારી કરી શકશે.

ધોરણ 11 અને 12ના સ્ટુડન્ટને ફાયદો થશે
અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા ટાટા મોટર્સ સાથે મળીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલમાં ટાટા મોટર્સ દ્વારા અમદાવાદ ગ્રામ્ય DEO હસ્તકની સાયન્સની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે. ધોરણ 11 અને ધોરણ 12 એમ બંને વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે. ગ્રામ્યમાં અંદાજિત 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ કોચિગનો લાભ લઇ શકશે.

શહેર DEOના યુટ્યુબ પેજ પર દર રવિવારે લેક્ચર
અમદાવાદ શહેર DEO દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાયન્સના નિષ્ણાત શિક્ષકો દ્વારા દર રવિવારે વિનામૂલ્યે ઓનલાઇન લાઈવ લેક્ચર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ શહેર DEOના યુટ્યુબ પેજ પર દર રવિવારે લેક્ચર લાઈવ કરવામાં આવશે. અમદાવાદ શહેરના તમામ વિદ્યાર્થીઓ આ લેક્ચરમાં વિનામૂલ્યે જોડાઈ શકશે.

ખાનગી કોચિંગ ક્લાસ કરતાં સ્ટુડન્ટનું સ્કૂલમાં નામનું એડમિશન
અત્યારે JEE અને NEET માટે ખાનગી કોચિંગ ક્લાસ શરૂ થયા છે, જે ડે કેર સ્કૂલ જેવી સુવિધા આપે છે. વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઈ જવાની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલે ના જવું પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેથી કેટલીક સ્કૂલોમાં માત્ર નામના જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, પરંતુ અભ્યાસ માટે ખાનગી કોચિંગ ક્લાસમાં જાય છે.

લાખો ખર્ચી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોચિંગનો ક્રેઝ
ખાનગી કોચિંગ ક્લાસમાં 25 હજારથી 2 લાખ રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. ધોરણ 11 સાયન્સની શરૂઆતથી જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જોકે, આ પરીક્ષાના પરિણામમાં 20 ટકા જેટલું પણ પરિણામ મળતું નથી. છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓના કોચિંગનો ક્રેઝ છે, જેના કારણે લાખો રૂપિયા ફી પણ ખર્ચે છે.

ધોરણ 11થી જ JEE અને NEETની તૈયારીઓ
અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે સાયન્સ પ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા લાગુ કરવામા આવી છે અને વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને ધોરણ 11થી જ JEE અને NEETની તૈયારીઓ કરી શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓના વાલીઓ એટલા સમક્ષ નથી હોતા કે તેઓ શહેરી વિસ્તારની જેમ કોચિંગ પૂરૂં પાડી શકે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ટાટા મોટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને લઇને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)થી અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને JEE અને NEET કોચિંગ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોચિંગ મળે તે માટે ઓનલાઈન લેક્ચર
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓ JEE અને NEETનું કોચિંગ મેળવી શકે તેમ નથી, જેથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કોચિંગ મળે તે હેતુથી ઓનલાઈન લેક્ચર આપવામાં આવશે. દર અઠવાડિયે એક દિવસ વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે.કોઈ પણ વિદ્યાર્થી વિના મૂલ્યે આ લાભ મેળવી શકશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!