GUJARAT

પોલીસ JCB લઇને પહોંચી: માથાભારે હાશિમે સરકારી જગ્યા પર કબજો કરી જિમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું, સુરત પોલીસે યુપી સ્ટાઈલમાં ડિમોલિશન કર્યું – Surat News

સુરતમાં ઉતરપ્રદેશ સ્ટાઈલમાં પોલીસે કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જિમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશિમે કરેલા કબ્જાનું આજે સુરત મહાનગર પાલિકાની ટીમ સુરત પોલીસ

.

મહિલાઓની હાજરીમાં હુમલો કરાયો
સુરતમાં લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જિમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. માથાભારે હશીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો. થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો પણ કર્યો હતો. મહિલાઓની હાજરીમાં પાઈપ, ફટકા સાથે હુમલો કરાયો હતો. આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

પોલીસની અસામાજિક તત્વો પર મોટી કાર્યવાહી
પોલીસે આજે ઉતરપ્રદેશ સ્ટાઈલમાં પોલીસે કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જિમ બનાવવામાં આવ્યું હતું. તે જિમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસ હાજરીમાં જ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી. પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે.

ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું
DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું. જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો આ સ્ટ્રક્ચર SMC દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન-ટુ અને SOGની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે.

18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું, હાસીન સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પરમ દિવસે લિંબાયતમાં એક્સ સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો. જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે. જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!