GUJARAT

ચાંદીપુરા વાયરસ અંગે માહિતી: ધ્રોલ તાલુકાની બી.એમ.પટેલ શાળાના વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ અંગે માહિતી અપાઈ – Jamnagar News


જામનગર આરોગ્ય વિભાગ દ્વારા ધ્રોલ તાલુકાની બી.એમ.પટેલ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલના 537 જેટલા વિદ્યાર્થીઓને ચાંદીપુરા રોગ અંગે , મલેરીયા ,કોલેરા તેમજ પોષણ યુક્ત આહાર અંગે માહિતી આપવામાં આવી હતી. ચાંદીપુરા વાઇરસ સેન્ડફ્લાઈ નામની માખી દ્વારા ફેલાય છે. આ

.

ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકોને તાવ આવવો , ઝાળા થવા , ઉલટી થવી, ખેંચ આવવી , અર્ધસભાન કે બેભાન થવું વગેરે છે. બચવા માટે 14 વર્ષથી નાના બાળકોને મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખવો. વગેરે જેવી જરૂરી માહિતી આપવામાં આવી હતી. તેમજ કોલેરા રોગ અંગે, વાહકજન્ય રોગ મલેરીયા, ડેન્ગ્યુ અંગે માહિતી આપવામાં આવી હતી. પોષણયુક્ત આહાર જેવા કે કઠોળ, લીલા શાકભાજી, ખજુર, દાળિયા, ગોળ, ફ્રુટ, દૂધ વગેરે જેવો આહાર રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવો જોઈએ. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

આ માહિતી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ કામ કરતા ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર તેમજ જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ પી.એમ.ડબલ્યુ કપીલ લીંબાણી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ એમ.પી.ડબલ્યુ વિશાલ રાવલ દ્વારા આપવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!