GUJARAT

પ્રોઢની આત્મહત્યા મામલે નવો ખુલાસો: જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા દંપત્તીના ત્રાસના કારણે જિંદગી ટૂંકાવી હતી, સુસાઈડ નોટના આધારે ગુનો નોંધાયો – Jamnagar News

સોનલનગરમાં રહેતા કડિયા પ્રૌઢની ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં ખોડિયાર કોલોનીમાં રહેતા એક દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી આપઘાત કરી લીધાની 5પાનાની સુસાઈડ નોટના આધારે દંપતી સામે પોલીસે દુષપ્રેરણા અંગે ગુનો નોંધ્યો છે.

.

જામનગરના સોનલ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક પ્રોઢે તાજેતરમાં જામનગર નજીક મોરકંડા ગામે આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટના આધારે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક દંપત્તીના ત્રાસને કારણે અને પૈસા પડાવી લીધા હોવાથી આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે. પોલીસે મૃતક પ્રોઢને આત્મહત્યા કરવા માટેની દૂષ્પ્રેરણા આપવા બાબતે દંપત્તી સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગર ના ખોડીયાર કોલોની નજીક સોનલનગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા કાનજીભાઈ સોઢા નામના 52 વર્ષના ખવાસ જ્ઞાતિના પ્રોઢે ગત 17-6-2024 ના રોજ પોતાના ઘેરથી નીકળી જઈ મોરકંડા ગામ નજીક ઈલેક્ટ્રીકના બે પોલની વચ્ચે દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

કાનજીભાઈના પુત્ર નિલેશ સોઢા કે જેને મૃતકના ખિસ્સામાંથી પાંચ પાનાની સુસાઈડનોટ મળી આવી હતી. જે પોલીસ સમક્ષ રજૂ કરી હતી. તેમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાનજીભાઈ કે જેઓએ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રનગરના મકાનનું કામ કર્યું હતું. જેના 95,730 લેવાના બાકી હતા. આ ઉપરાંત મૃતક કાનજીભાઈ ને ફોસલાવીને ઉપરોક્ત દંપતીએ રૂપિયા સાડા ચાર લાખ પડાવી લીધા હતા.

જે તમામ રકમની માંગણી કરવા જતાં દંપતીએ પૈસા આપ્યા ન હતા. અને કાનજીભાઈ ને માર માર્યો હતો. તેથી તેઓ પોતાના ઘેર પરત આવ્યા. પછી ગુમસુમ બની ગયા હતા, અને ત્યારબાદ 17મી તારીખે પોતાનું ઘર છોડીને મોરકંડા ગામે જઈ આપઘાત કરી લીધો હતો. સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા નીફરિયાદ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારના દંપત્તી સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગે ની કલમ 306 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને લઈને ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!