GUJARAT

રાજકોટ સેન્ટ્રલ GSTની ઓફિસમાં CBIના દરોડા: CGST ઇન્સ્પેક્ટર 2.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો, વેપારીને GST નંબર રદ કરવાની ધમકી આપી લાંચ માગી હતી – Rajkot News


રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ જીએસટી વિભાગની કચેરીમાં સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હતા. રેસકોર્સ રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ GSTની કચેરીમાં ત્રીજા માળે CBIના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન CBIએ સેન્ટ્રલ GSTના ઇન્સ

.

થોડા સમય પૂર્વે સેન્ટ્રલ GSTના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા વગર કેટલાક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સેટલમેન્ટ માટે મોટી રકમની માગણી કરવામાં આવી હતી. એ અંગેની ફરિયાદ મળતાં CBI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વેપારીએ CGST ઇન્સ્પેક્ટર પર ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે CGST ઇન્સ્પેક્ટરે તમે ધંધામાં ખોટું કામ કરો છો અને વાસ્તવમાં ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરતા નથી, કહી 2.50 લાખની માગ કરી હતી. આ ઉપરાંત કહ્યું હતું કે જો તેઓ ધંધો ચાલુ રાખવા માગતા હોય તો 2.50 લાખની લાંચ આપો, નહીંતર GST નંબર રદ કરી દેવામાં આવશે. એને પગલે CBIએ ટ્રેપ ગોઠવી હતી અને આરોપીને 2.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

નોટિસ વગર વેપારીઓને ત્યા દરોડા પાડી લાંચ માગી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે સમન્સ વગર કેટલાક વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન આ વેપારીઓને ત્યાં ગેરરીતિ થતી હોવાનું કહી આ બાબતે સેટલમેન્ટ કરવા માટે મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જોકે વેપારી દ્વારા સેટલમેન્ટ રકમમાં બાંધછોડ કરવા માટે આજીજી કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ ટસના મસ થયા ન હતા. સેટલમેન્ટ માટે આટલા રૂપિયા આપવા જ પડશે, એવું કહેતાં આ સેટલમેન્ટ અંગેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. એના કારણે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગ સીબીઆઈની રડારમાં હતું અને આજે તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓની પણ પૂછપરછ શરૂ
રાજકોટના વેપારીઓની ફરિયાદના આધારે ગઇકાલ (3 જુલાઈ)થી સીબીઆઈની ટીમ રાજકોટ આવી પહોંચી છે અને આજે સવારથી રેસકોર્સ ખાતે આવેલી સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં ધામા નાખવામાં આવ્યા છે. કચેરીના ત્રીજા માળે આવેલી સુપરિન્ટેન્ડેન્ટ કક્ષાના અધિકારીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે જેમની સામે આક્ષેપો થયા છે તે અધિકારીઓની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. ત્યારે આજે અચાનક CBIના દરોડાથી સેન્ટ્રલ GST ઓફિસમાં સોપો પડી ગયો હતો તેમજ કયા કયા અધિકારીઓની તપાસ થશે? શું થશે? એવા ગણગણાટ વચ્ચે તપાસના અંતે શું સામે આવશે એ જોવું મહત્ત્વનું રહેશે.

મનપાના ક્લાસ 1-2 લેવલના અધિકારીઓ સામે કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભ્રષ્ટાચાર અંગે એસીબીમાં છેલ્લા એક મહિનાથી રાજકોટ મનપાના ક્લાસ વન અને ટૂ લેવલના અધિકારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. એવામાં હવે સેન્ટ્રલ જીએસટીમાં પણ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ આધારે શરૂ થયેલી તપાસ અંતે કેટલા અધિકારીઓ સામે આક્ષેપ સાચા ઠરે છે અને CBI દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું મહત્ત્વનું રહેશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!