GUJARAT

લોખંડની જાળી હટી, દુર્ઘટના ઘટી: ગોંડલમાં ગટર ઉપરની જાળી હટાવતા વાહનચાલકો પડ્યા, ભુજમાં એક પછી એક ટપાટપ લોકો ખાડામાં ખાબક્યા – Gondal News


કચ્છ-સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ હેત વરસાવાની શરૂઆત કરી છે. સતત થઈ રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેથી ખેડૂતો ખુશ છે પરંતુ શહેરી વિસ્તારમાં પડતો વરસાદ ઘણીવાર સમસ્યા બનીને આવતો હોય છે, તેવું જ ગોંડલ અને ભુજમાં થયું છે. ગોંડ

.

કોઈએ લોખંડની જાળી હટાવી નાખી
ગોંડલ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં નાળા નીચે ખાડાને લઈને રાહદારીઓને નાળા નીચેથી પસાર થવું જોખમી બન્યું છે. વાહન ચાલકો, રાહદારીઓ જીવના જોખમે નાળામાંથી પસાર થતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. ગત બપોરના પોણા એક વાગ્યા આસપાસ ખોડિયાર નગરના નાળા નીચે નાખેલી લોખંડની જાળી કોઈ દ્વારા હટાવવામાં આવી હતી અને વરસાદ પડતા ખાડામાં પાણી ભરાયા હતા. જેથી ખાડા દેખાતા ના હોવાથી વાહનચાલકોના પડવાની ઘટના બની હતી. કોના દ્વારા આ જાળી હટાવવામાં આવી તે હજુ ચોક્કસ જાણવા મળી રહ્યું નથી.

લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો
ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો સાથે મહિલાઓ, બાળકો, વૃધ્ધો સહિતના લોકો પટકાયા એક પેસેન્જર રીક્ષા ફસાઈ હોવાના દૃશ્યો સામે આવતા તંત્ર સામે ઘણા સવાલો ઊભા થાય છે. હાડકાતોડ ખાડામાં વારંવાર ગબડી પડતા રાહદારીઓને જોઈને લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે.

2 દિવસ ખોડિયાર નગરનું નાલું બંધ રહેશે
તંત્ર દ્વારા આજે પુરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા સદસ્ય ગૌતમભાઈ સિંધવ સહિતના સ્થળ પર પહોંચીને ખુલ્લી ગટરની સફાઈ કરાવી હતી અને કોઈ મોટી દુર્ઘટના ના થાય તેને લઈને ખોડિયાર નગરના નાલામાં વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.

તે જગ્યા પર તંત્ર દ્વારા કામગીરી ચાલુ
ગોંડલ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખોડિયાર નગરના નાલામાં ખુલ્લી ગટર સાફસફાઇ અને જાળી નાખવાની હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા 2 દિવસ સુધી ખોડિયાર નગરનું નાલું બંધ રાખવામાં આવશે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તેને લઈને વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા એક સાઈડ ટ્રેક્ટર અને એક સાઈડ પતરા અને વૃક્ષની ઝાડીઓ રાખીને રોડ બંધ કરવામાં આવ્યો છે.

ભુજમાં એક પછી એક ટપાટપ લોકો ખાડામાં પડ્યા
કચ્છના જિલ્લા મથક ભુજ શહેર ભૂકંપ બાદ ચૌ તરફ વિકાસ જરૂર પામ્યું છે, પરંતુ શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ પુરી પાડવામાં પાલિકા ઉણી ઉતરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. દર ઉનાળામાં પાણીની પારાયણ રહે છે તો ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બની જતા હોય છે. આ વખતે સિઝનના કુલ વરસાદ બાદ શહેરના માર્ગો પર ઠેક-ઠેકાણે ખાડાઓ પડવા અને પાણી ભરાવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રસ્તે ચાલતા કે વાહનો પરથી પસાર થતા લોકો ખાડા અને ખુલ્લી ગટરના કારણે પડીને ઇજાઓ પામી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેની સાક્ષી પૂરતા દૃશ્યો મહેરઅલી ચોક વિસ્તારમાંથી સામે આવ્યા છે.

પાણી ભરેલા ખાડામાં ખુલ્લી ગટર ન દેખાતા પડ્યા
ભુજના ભીડભાળથી અતિવ્યસ્ત રહેતા મહેરઅલી ચોકમાં વરસાદ બાદ ગટરની ચેમ્બરનું ઢાંકડું ખસી જતા ખાડો સર્જાયો છે. જે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી દેખાતો નથી, જેને લઈ અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ખાડામાં પડી અકસ્માતનો ભોગ બનતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બનાવના પગલે પાલિકા તંત્રએ રસ્તાઓ પરના ખાડા પુરવા અને ગટરની ચેમ્બર ઉપર ઢાંકળા લગાડવાની કામગીરી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!