GUJARAT

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદના ઓઢવ પોલીસ મથકની હદમાં ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપનાર સીકલીગર ગેંગના બે સાગરિતો ઝડપાયા – Gandhinagar News

અમદાવાદના ઓઢવ પોલીસ મથકની હદ વિસ્તારમાં ત્રણ ઘરફોડ – વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના બે સાગરિતોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે અડાલજ કેનાલ વિસ્તારથી ઝડપી લઈ ગુનાનો ભેદ કાઢવામાં આવ્યો છે.

.

ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ આચરતાં ઈસમોને ઝડપી પાડવા એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ આપેલ સૂચનાનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.બી. વાળાની અલગ અલગ ટીમો ગાંધીનગરની ચારે દિશાઓમાં પેટ્રોલીંગ કરી રહી છે. જે અન્વયે બાતમી મળી હતી કે, ઓઢવ પોલીસ મથકની હદ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના બે સાગરિતો ઝુંડાલ – અડાલજ કેનાલ વિસ્તારમાં ફરી રહ્યા છે.

જે બાતમીના આધારે પોલીસે ગેંગના રાહુલસિંગ ટકુસિંગ ગુંગરૂસિંગ ટાંક (સીકલીગર) (હાલ રહે. એચ.એમ. કોલોની, ચિન્નાસીંગ પ્રધાનસિંગ દુદાણીના મકાનમાં, કપડવંજ, મૂળ રહે. મહારાષ્ટ્ર) તેમજ ધ્યાનસિંગ ગીડ્ડાસિંગ પદુસિંગ (સીકલીગર)( હાલ રહે. ઇન્દીરાનગર સોસાયટી, ત્રિલોકસીંગ રણધીરસીંગ ભાદ્દાના મકાનમાં, સીટી ગોલ્ડ સીનેમાની સામે, સાબરમતી મોટેરા, મહેમદાબાદ) ને ઉઠાવી લેવાયા હતા. જેઓની કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે ઓઢવ પોલીસ મથકની હદમાં ગેંગનાં ધીમેન્દ્રસિંગ ઉર્ફે લડ્ડ શનિસીંગ, જગપાલસિંગ ઉર્ફે જગ્ગુસીંગ બઘાસીંગ(બંને રહે. ગુરૂદ્રારાની બાજુમાં ડેરામાં, પડતુર, જી.નાંદેડ, મહારાષ્ટ્ર)

સાથે મળીને આજથી આશરે ત્રણેક માસ અગાઉ અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ સોપાન સૃષ્ટી વિભાગ – 3 માં આવેલ બંધ મકાનનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોનાની કંઠી તેમજ રોકડા રૂા. 31 હજારની ચોરી કરેલાની કબુલાત કરી હતી. જે અંગે પોલીસે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતાં ઓઢવ પોલીસ મથકમાં ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુના દાખલ થયેલા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે કહ્યું કે ગેંગના આરોપીઓ બાઈકની ચોરી કરીને અલગ અલગ સોસાયટીમાં ઘૂસીને બંધ મકાનને ટાર્ગેટ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલા બે સાગરિતો પાસેથી 15 હજારનો મોબાઇલ કબજે લેવાયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!