GUJARAT

અધિક કલેકટરનું જાહેરનામું: ગાંધીનગર શહેર-જિલ્લાનાં સમગ્ર મહેસુલી વિસ્તારમાં રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ, ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થશે તો કાર્યવાહી કરાશે – Gandhinagar News

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લાનો સમગ્ર મહેસુલી વિસ્તારમાં તા. 15 થી 29 મી જુલાઇ સુધી ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવા, કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહારપાડી મના

.

ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રીઓના નિવાસસ્થાનો, ખાતાના વડાઓની કચેરીઓ, ઉધોગ ભવન, બહુમાળી ભવન, એમ.એલ.એ.કવાટર્સ, શાળા- કોલેજો જેવી સરકારી ઇમારતો આવેલી છે. અવાર-નવાર ગાંધીનગર ખાતે વિવિધ મંડળો, તેમની માંગણી અર્થે રજુઆતો કરવા અને આવેદનપત્ર આપવા સારું પ્રતિનિધિ મંડળ દ્વારા રેલી સરધસ સ્વરૂપે ગાંધીનગરમાં આવતાં જતાં હોય છે.

ઉપરાંત સેકટર- 6 મેદાન ઉપવાસી છાવણી ખાતે વિવિધ મંડળો તથા વ્યક્તિઓ દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમો ચાલુ હોઇ, કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે જોવાની ખૂબ જરૂરિયાત છે. આગામી તા. 29 મી જુલાઇ સુધી ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવા, કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરધોડાને તથા સ્માશાન યાત્રાને અને સંબંધિત મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરફથી પોલીસ અભિપ્રાય મેળવી ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવેલ હોય તેમને લાગુ પડશે નહિ તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે.

આ જાહેરનામું ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લાનો સમગ્ર મેહુસલી વિસ્તારમાં લાગુ પડશે. પરંતુ ફકત ઉપવાસીઓ માટે સેકટર- 6 માં પોલીસ સ્ટેશનના પાછળના ભાગ એન્ટરી રોડને અડીને લગભગ 70મી x 50 મીટર વિસ્તાર, સરકારી કાર્યક્રમો માટે મહાત્મા મંદિર, સેકટર- 13, ટાઉનહોલ, સેકટર-17, સ્ટાફ ટ્રેનિગ કોલેજ, સેકટર-17 અને સરકીટ હાઉસ, ગાંધીનગર પ્રતિબંધ સિવાયનો વિસ્તાર છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઇપણ વ્યક્તિને અધિનિયમ કલમ- 135 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!