GUJARAT

પ્રકૃતિની નિરવ શાંતિનો અહેસાસ: ડાંગ ઇકો ટુરિઝમ દ્વારા ત્રણ ઇકો કેમ્પ સાઈટને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામાં પ્રસ્તુત કરાઈ – dangs (Ahwa) News


સહ્યાદ્રિની ગોદમાં પ્રકૃતિની નિરવ શાંતિ ઝંખતા હો તો આપના માટે ડાંગ જિલ્લાના ઇકો ટુરિઝમનો અહેસાસ ન ભૂતો ન ભવિષ્યતિ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસાની ભીની ભીની ઋતુમા ડાંગ જિલ્લાની વનરાજી જ્યારે નવપલ્લવિત થઈ જાય છે ત્યારે, ડાંગની એ લીલીછમ્મ પ્રકૃતિને

.

પર્વતોની ટોચેથી નીચે ખાબકતા અને રૌદ્ર રમ્ય અહેસાસ કરાવતા શ્વેત દુગ્ધધારા જેવા જળપ્રપાત, પર્વતોની ટોચને હળવેકથી આલિંગન આપતી શ્વેત શ્યામ વાદલડીઓ, ધૂમ્રસેર સમી ભાસતી અને જાણે કે પોતાના પ્રિયતમને વનરાજીમાં શોધતી એકલી અટુલી અટવાતી એ વાદલડીઓ મનને અનોખી શાંતતા પ્રદાન કરે છે.

ખળખળ વહેતા નદીનાળા, ગાંડીતુર બનીને વહેતી લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણાં સમગ્ર પ્રદેશને ભીનો ભીનો માહોલ પ્રદાન કરે છે. પ્રકૃતિના આ અનમોલ નજારાને માણવો હોય તો તમારે ડાંગના ડુંગરા ખૂંદવા પડે. અહીં નિરાંતે રાતવાસો કરવો પડે. પૃથ્વી પરના સ્વર્ગસમાં કાશ્મીર કે ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખાતા કેરાલાની ગરજ સારતા ડાંગ પ્રદેશને નજીકથી નિહાળવા માટે હંમેશને માટે પ્રકૃતિપ્રેમીઓની કતાર લાગતી હોય છે. ત્યારે પર્યટકો તેમના આ પ્રવાસને જીવનભરનું સંભારણું બનાવી શકે તે માટે સ્થાનિક વન વિભાગ તેમની વ્હારે આવ્યું છે.

સ્થાનિક રોજગારીના સર્જન સાથે પર્યટકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તક ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગ વન વિભાગે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં આવેલી તેની ત્રણ ઇકો કેમ્પ સાઈટને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામાં પ્રસ્તુત કરી છે. આ સાથે જ આહવાથી 32 કિલોમીટરના અંતરે આવેલી ‘મહાલ’, આહવાના સીમાડે માંડ 7 કિલોમીટરના અંતરે આવેલી ‘દેવીનામાળ’ અને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ પાસે આવેલી ‘કિલાદ’ ખાતેની ઇકો કેમ્પ સાઇટ્સ ખાતે પ્રવાસીઓને રહેવા, જમવાની સુવિધાઓ સાથે પ્રકૃતિની નિરવ શાંતિનો અહેસાસ કરવાની તક ઉપલબ્ધ થઇ છે.

ડાંગની આ ઇકો કેમ્પ સાઇટ ખાતે વુડન કોટેજ, લોગ હટ્સ, ટેન્ટ હાઉસ, ડોરમેટરી સાથે ટ્રી હાઉસ પણ ઉપલબ્ધ કરાવાયા છે. પર્યટકો અહીં એડવેન્ચર એક્ટિવિટીનો લાભ પણ સમય, સંજોગ અને ઋતુ અનુસાર ઉઠાવી શકે છે. ડાંગના ઘનઘોર વનો વચ્ચે કાળી ડિબાંગ રાત્રિ સહરિવાર વિતાવવાનું મન થાય ત્યારે ઇકો ટુરિઝમ ડિસ્ટ્રીકટ ડાંગ તમારુ સ્વાગત કરવા હંમેશા સજ્જ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!