GUJARAT

કેડિલા ફાર્માના CMD સામે સેક્સ્યૂઅલ હેરેસમેન્ટની ફરિયાદ: રાષ્ટ્રીય મહિલા આયોગે પગલાં ન ભરતાં યુવતી હાઇકોર્ટમાં, CBI તપાસની માગ કરતી અરજી પણ કરશે – Ahmedabad News


કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી દુષ્કર્મના આક્ષેપ કંપનીની કર્મચારી એવી બલ્ગેરિયન યુવતીએ કર્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટના આદેશ પર સોલા પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે આ મુદ્દે પોલીસે A સમરી ભરી દીધી હતી, જેને ગ્રામ્ય કોર્ટમાં યુવતીએ ચેલેન્જ કરી હતી. ત્યારે

.

NCW કલેક્ટરને ફરિયાદ પર કાર્યવાહીના નિર્દેશ આપતી હોય છે
ઉલ્લેખનીય છે કે બલ્ગેરિયન યુવતીએ નેશનલ કમિશન ફોર વુમન (NCW)માં સેક્સ્યૂઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. આમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. નેશનલ કમિશન ફોર વુમન જિલ્લા કલેક્ટરને યુવતીની ફરિયાદ પર કાર્યવાહી કરવાની નિર્દેશ આપતી હોય છે, પરંતુ બંને પક્ષે કોઈ કાર્યવાહી ન થતાં યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં નેશનલ કમિશન ઓફ વુમન, અમદાવાદ જિલ્લા કલેક્ટર, બલ્ગેરિયન એમ્બેસીના ઓફિસર અને ગુજરાત રાજ્યને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

આ સંવેદનશીલ બાબત, દલીલોમાં સંયમ રાખવો જોઈએ-કોર્ટ
આ અરજી સેકસ્યૂઅલ હેરેસમેન્ટ ઓફ વર્ક પ્લેસ-પ્રિવેન્શન પ્રોહેબિશન એન્ડ રિડ્રેસલ એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવી હતી, જેમાં કોર્ટે નોંધ્યું હતું કે આમાં રાજ્ય દ્વારા સરકારી વકીલની ઓફિસને શા માટે પક્ષકાર બનાવવામાં આવી છે? અરજીની અંદર ભારપૂર્વકની માગણીઓ કરવા પૂરતું નથી, પણ આ માગણીઓ ફરિયાદ સાથે જોડાયેલી પણ હોવી જોઈએ. આ સંવેદનશીલ બાબત છે, દલીલોમાં સંયમ રાખવો જોઈએ.

આવતા સપ્તાહ વધુ સુનાવણી હાથ ધરાશે
કોર્ટે જણાવ્યું હતું કે અરજી યોગ્ય રીતે તૈયાર કરવામાં આવી નથી. ફરિયાદ કંઈક છે અને લખ્યું કંઈક છે. અરજી ફાઈલ કરતાં એનો હેતુ ધ્યાનમાં રાખવો જોઈએ, જેથી અરજીમાં સુધારો કરવામાં આવે. સરકારી વકીલની ઓફિસ આ અરજીમાં પક્ષકાર હોઈ શકે નહીં. આ મુદ્દે વધુ સુનવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બલ્ગેરિયન યુવતી આગામી સમયમાં CBI તપાસ માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.

યુવતીએ રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા
કેડિલા કંપનીની કર્મચારી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા. એ સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી, નેશનલ કમિશન ફોર વુમન વગેરે જગ્યાએ રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. ગ્રામ્ય કોર્ટે પોલીસ તપાસ કરાવી હતી, પણ એમાં યોગ્ય તપાસ થઈ ન હોવાની અરજી સાથે બલ્ગેરિયન યુવતી ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે સોલા પોલીસને યુવતીની ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા.

પોલીસે ગ્રામ્ય કોર્ટમાં A સમરી ફાઇલ કરી હતી
ફરિયાદ નોંધાતાં પોલીસે રાજીવ મોદીના ઘરે બલ્ગેરિયન યુવતીને સાથે રાખીને તપાસ કરી હતી, સાથે જ સાહેદોનાં નિવેદન નોંધ્યાં હતાં. તપાસ બાદ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં A સમરી ફાઇલ કરી હતી. એ મુજબ આરોપી સામે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. યુવતીએ આ સમરીને ચેલેન્જ કરી હતી, જેથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વધુ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં બે મહિના બાદ પોલીસ તપાસ રિપોર્ટ ગ્રામ્ય કોર્ટમાં જમા કરાવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!