GUJARAT

ભાજપના કાનાણી બાદ દેશમુખે CMને પત્ર લખ્યો: ‘મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે, જેને લઈ પાર્ટી અને કાર્યકરોમાં નારજગી વધી છે’: MLA ડૉ.દર્શના દેશમુખ – narmada (rajpipla) News


દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ બે દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જીએમઇઆરએસ કોલેજો દ્વારા જે એમબીબીએસના અભ્યાસ માટે ફી વધારો કર્યો છે, તે ફી વધારો પરત ખેંચવા મામલે પત્ર લખ્યો હતો

.

4 પાનામાં લખેલા 14 પ્રશ્નો:
01. નર્મદા નદીમાં બોટિંગ કરતા પરિવારો રોજગારીથી વંચિત
02. મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે.
03.નર્મદા મુખ્ય કેનાલની જમણી બાજુએ આવેલા 28 ગામોને સિંચાઈનો લાભ મળે.
04.કરજણ ડેમની 16 કિમી વિસ્તારના 11 ગામો 20 વર્ષથિ સિંચાઈથી વંચિત
05.10 વર્ષથી કરજણ રિચાર્જ પ્રજેક્ટમાં આવતા ખેડૂતોને મળ્યું નથી.
06.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં મુખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવો.
07.કેવડીયામાં તોડી નાખેલી સરકારી સ્કૂલની જમીન પર કોલેજ બનાવવી.
08.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં સ્થાનિકોને રોજગારી મળે.
09.એકતાનગર ખાતે પિંક ઓટો રિક્ષા બંધ થતાં 30 રિક્ષાચાલક મહિલાઓ બેરોજગાર.
10.SOUમાં સ્થાનિકોની આવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી અપાય છે.
11.SOU ઓથીરિટી દ્વારા ચોક્કસ નીતિનું ઘડતર થાય.
12.જંગલ સફારીમાં ડ્રાઇવરોનો કંપની સાથે વિવાદ ચાલે છે.
13.SOU વિસ્તારમાં 2019ની જોગવાઈ મુજબ નિમણૂક કરવામાં આવે.
14.SOU સતામંડળમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને જોડવામાં આવે.

‘ધારાસભ્યએ પોલીસ વિભાગની ટીકા કરી’
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે મુખ્યમંત્રીને પત્ર થકી રજુઆત કરી છે. જેમાં વિવિધ 14 જેટલાં પ્રશ્નો પત્રમાં લખવામાં આવ્યાં છે. ધારાસભ્યએ સ્થાનિક મજૂરોના પ્રશ્નોને લઈ પોલીસ વિભાગની ટીકા પણ કરી છે. સાથે જ નાંદોદમાં બોટિંગ કરતા અનેક પરિવારોને બોટિંગનું લાયસન્સ ન મળવાથી તેઓ છેલ્લા છ મહિનાઓથી રોજગારીથી વંચિત હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેઓએ કેવડિયા કોલોની ખાતે જે સરકારી સ્કૂલ તોડવામાં આવી છે. તે જગ્યાએ વહેલી તકે સ્કૂલ અથવા કોલેજનું નિર્માણ કરવામાં આવે તેવી માગ કરી છે.

‘નર્મદા નદીમાં બોટિંગ કરતા પરિવારો રોજગારીથી વંચિત’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંલગ્ન એજન્સી દ્વારા સ્થાનિકોને રોજગારી ન મળતા પાર્ટી પ્રત્યે રોષ ફેલાઈ રહ્યો છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના બોટિંગનો વ્યવસાય કરતાં 300 જેટલા પરિવારોને બોટિંગનું લાઇસન્સ ન મળતા છેલ્લા 6 માસથી રોજગાર વિનાના થઈ ગયા છે. તેમજ SOU વિસ્તારમાં નાના ગામોમાંથી મજૂરી અર્થે આવતા બાઇક સવારો પાસેથી પોલીસ 2થી 3 હજાર જેટલો દંડ વસૂલી હેરાન કરે છે. અ બાબતને લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી.

નાંદોદ વિધાનસભા બેઠકના ધારસભ્ય ડૉ.દર્શના દેશમુખ.

નાંદોદ વિધાનસભા બેઠકના ધારસભ્ય ડૉ.દર્શના દેશમુખ.

‘ખેડૂતોને આજદિન સુધી વળતર મળ્યું નથી’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી કરજણ રિચાર્જ હાઈકેનાલ પ્રજેક્ટમાં આવતા 11 ગામના ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી. કેવડીયા ખાતે 955 એકરમાંથી 755 એકર જમીન સંપાદન થયું છે. જેમાં પડતર જમીનનો પ્રશ્ન ઊભો જ છે. ગરુડેશ્વર વિયર ડેમ બનવાથી 200 એકર જમીન ડૂબાણમાં જવાથી ખેડૂતોને આજદિન સુધી વળતર મળ્યું નથી. ખેડૂતોને એકરદીઠ 1 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા વળતર આપવાની ખેડૂતો માગ કરે છે.

‘SOU ખાતે ખેડૂતોને પરિવારદીઠ 1 દુકાન ફાળવવામાં આવે’
રોજગાર-ધંધા માટે જે ખેડૂતોએ જમીન ગુમાવી છે, તે ખેડૂતો માટે નિયમો હળવા બનાવી પરિવારદીઠ 1 દુકાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આપવામાં આવે. કેવડીયા કોલોનીમાં તોડી નાખવામાં આવેલી સરકારી માધ્યમિક સ્કૂલની જમીન પર વહેલીતકે કોલેજ બને એ જરૂરી છે.

‘સ્થાનિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નોકરી આપવી’
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક સ્તરે ભરતી અંગે એજન્સી દ્વારા યોગ્ય જાહેરાત ન થતાં સ્થાનિકોને રોજગારી ન મળતા પ્રજામાં સરકાર પ્રત્યે રોષ છે. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગાઈડની ભરતીમાં એજન્સી બારોબાર કોઈપણ પ્રકારની અખબારી જાહેરાત વિના ભરતીની પ્રક્રિયા ચાલુ કરી છે. પ્રીવિલેન્સ કંપની દ્વારા પ્રવાસીઓ માટે પિક્ર રિક્ષા બંધ કરી દેવાતા 30 જેટલી આદિવાસી રિક્ષા ચાલક બહેનો બેરોજગાર બની ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં કાર્યરત એલ એન્ડ ટી કંપની માટે આઉટસોર્સિંગ ધોરણે કામ કરતી એજન્સી યુ ટી એસ દ્વારા સ્થાનિકોની આવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી અપાય છે.

14 પ્રશ્નોના 4 પાનાની CMને લેખિત રજૂઆત
યુ.ડી.એસ. દ્વારા શ્રમ કાયદા મુજબ માતૃત્વની રજાઓ આપતી નથી. SOU ઓથીરિટી દ્વારા ચોક્કસ નીતિનું ઘડતર થાય એ જરૂરી છે. તેમજ જંગલ સફારીમાં ડ્રાઇવરોનો કંપની સાથે વિવાદ ચાલે છે. આ સાથે પ્રિવિલેન્સ કંપનીના સુનિલ કુમાર કામદારો સાથે અભદ્ર વ્યવહાર કરે છે. જેવા વિવિધ મુદ્દાઓને લઈ ધારાસભ્ય દર્શના દેશમુખએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર થકી રજૂઆત કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!