GUJARAT

કારમાં આવેલી મહિલા પગલુછણિયું ઉઠાવી ગઈ, CCTV: જૂનાગઢના માંગનાથ રોડ પરની ઘટના, CCTV જોઈ પોલીસ અને વેપારીઓ ચોંકી ઉઠ્યા – Junagadh News


જૂનાગઢમાં મધરાત્રે કારમાં આવેલી બે મહિલાઓએ દુકાન આગળ રાખેલા પગલુછણિયાની ઉઠાંતરી કરતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વેપારી દ્વારા સીસીટીવી પોલીસને આપી કાર્યવાહીની માગ કરી છે. જૂનાગઢના માંગનાથ રોડ પરના વેપારીએ કહ્યું હતું કે, આ મંહિલાઓ દ્વારા જ થો

.

રાત્રિના 3 વાગ્યા આસપાસ બે મહિલાઓએ પગલુછણિયાની ઉઠાંતરી કરી
જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલી દુકાનના જે સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે તે રાત્રિના 3 વાગ્યાના અરસામાં બની હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે કારમાં આવેલી બે મહિલાઓ એક દુકાન પાસે કાર ઉભી રાખે છે. જેમાં ડ્રાઈવરસીટની બાજુમાં બેસેલી મહિલા નીચે ઉતરે છે અને દુકાનની આગળ રાખેલું પગલુછણિયુ ઉઠાવી પોતાની કારમાં રાખી દે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા અહીંના વેપારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ કાયદેસર કરવા રજૂઆત કરી છે.

જૂનાગઢ માંગનાથ રોડ ક્લોથ એન્ડ રેડીમેઈ઼ડના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે હવે ચોર પણ બહુ બુદ્ધિશાળી આવે છે.ગઈ કાલે મોડી રાત્રે બે બહેનો ફોર વ્હીલમાં નીકળે છે. અને એક દુકાન બહાર રાખેલા પગલૂછણીયા ને લઈ ફોર વ્હીલમાં ચાલ્યા જાય છે. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. આ પગલુછણીયા ની કિંમત 1200 રૂપિયા જેટલી છે. ત્યારે ચોરી ગમે તેટલા રૂપિયાની હોય પરંતુ ચોરી તે ચોરી છે.માંગનાથ રોડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. માંગનાથ રોડ પરથી કોઈ ટાંચણી પણ લઈ જાય તો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. આ ઘટનામાં જે બે બહેનોફોર વ્હીલ લઈ આવે છે તે જ બહેનોએ થોડો સમય પહેલા જ કુંવારપાઠાના છોડની ચોરી કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે આ બંને ફુટેજ હાલ પોલીસને આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!