GUJARAT

તોડફોડની ઘટના CCTVમાં કેદ: જસદણમાં ડિઝલ બાકીમાં ભરવાની ના પાડતાં 3 શખસોનો આતંક, પેટ્રોલપંપમાં તોડફોડ કરી સંચાલકને ધમકી આપી, 1.50 લાખનું નુકશાન – Rajkot News


શીવરાજપુર ગામ નજીક ગઢડા રોડ પર આવેલ પેટ્રોલપંપ પર ડિઝલ બાકીમાં ભરવાની ના પાડતાં ત્રણ શખ્સોએ આતંક મચાવી પેટ્રોલ પંપની ઓફીસ અને મશીનરીમાં તોડફોડ કરી રૂ.1.50 લાખનું નુકશાન કરી ધમકી આપી હતી. તોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોં

.

તારો પેટ્રોલ પંપ તોડી નાખ્યો છે
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીવરાજપુર ગામ નજીક ગઢા રોડ પર ન્યારા કંપનીના સુર્યનારાયણ પેટ્રોલપંપનું સંચાલન કરે છે. તા.7.7.2024ના રાત્રિન આશરે 9.30 વાગ્યે તેઓ પેટ્રોલપંપ પર હાજર હતા ત્યારે ફોન આવેલ અને કહેલ કે, હુ પુથુભાઈ બોલુ છુ તેમ કહી ગાળો બોલવા લાગેલ અને મારી નાખવાની ધમકી આપેલ જેથી, તે બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલ ત્યારે પેટ્રોલપંપ પર કામ કરતા અનેશ પરમારનો ફોન આવેલ અને વાત કરેલ કે, હું ઘરે જમવા આવેલ છુ અને આપણા પંપે કામ કરતા સહુલ મૂવાણાનો ફોન આવેલ છે કે, પંપ પર પૃથ્વીરાજ વાળા અને તેના માણસો પેટ્રોલપંપ ઉપર તોડફોડ કરે છે. જેથી તેઓ પોલીસ સ્ટેશન પરથી નીકળી ગયેલ અને ત્યારે પૃથ્વીરાજનો ફોન આવેલ અને વાત કરેલ કે, તારો પેટ્રોલ પંપ તોડી નાખ્યો છે અને હવે તુ ભેગો થા તો તારૂ પણ પૂરું કરી નાખવું છે.

સામાન વેરવિખેર પડેલો હતો
બાદમાં તેઓ બીજા દિવસે પેટ્રોલ પંપે જઈને જોયેલ તો ત્યાં બલેનો ગાડીના કાચ તૂટેલા હતા અને ગ્રાઉન્ડમાં પેટ્રોલના ડબલાની ડિસ્પલે તથા ડીઝલના ડબલામાં ઘા મારેલ હતા. ત્રણ ઓફીસના બહારથી કાચ તૂટેલ તેમજ મેઈન ઓફિસની અંદર રહેલ ટેલિવિઝનની ડિસ્પલે તૂટેલી હતી. ઓફિસમાં રહેલા બે કોમ્પ્યુટર, ડેબિટ કાર્ડ સ્વાઈપ મશીન, પૈસા ગણવાનું મશીન તૂટેલુ હતુ તેમજ ઓફીસ અંદરનો સામાન વેરવિખેર પડેલ હતો. અંદરની ઓફિસમાં દીવાલે રાખેલ સર્ટીફીકેટ નીચે પડેલ હતા તેમજ ટુલ્સ પેટી વેરવીખેર પડેલ હતી.

ઓફિસની અંદર અને ગાડીમાં તોડફોડ કરે છે
પેટ્રોલ પંપના CCTV કુટેજ જોતા જોવામાં આવેલ કે, પેટ્રોલપંપ પર છત્રપાલ ધાધલ, શીવકુ પટગીર પ્રથમ બાઈક લઈને પંપે આવતા જોવામાં આવે છે તેમજ બાદમાં તેઓ જતા રહેલ બાદ બે બાઈક આવે છે. જેમાં ત્રણેય શખ્સો જોવામાં આવેલ જેમાં પુથ્વીરાજ પાસે મોટી લાકડી હતી અને તે પ્રથમ ઓફીસમાં તોડફોડ બાદ પંપના ડબલે બાદમાં ઓફીસની અંદર તોડફોડ કરે છે અને બાદમાં ગાડીમાં તોડફોડ કરે છે. તેમજ શીવકુ તથા છત્રપાલ બન્ને બહાર નજર રાખી ઉભા હોય તે જોવામાં આવેલ હતું.

પોલીસે ત્રણેય શખસોની શોધખોળ હાથ ધરી
આ બનાવમાં આશરે 1.50 લાખ રૂપિયાનું નુકશાન થયેલ છે. આ બનાવનું કારણ એ છે કે, સવા મહિના પહેલા પૃથ્વીરાજના માસિયાઈ ભાઈ રણુભાઈ જેઠસુરભાઈ ખાચર સાથે બાકીમાં ડીઝલ ભરાવેલ હોય અને પૈસા આપેલ ના હોય જેથી બાકીમાં ડીઝલ આપવાની ના પાડતા તેની સાથે બોલાચાલી થયેલ હોય અને તે વખતે પોલીસ ફરીયાદ કરેલ હતી જેથી તે બનાવનો ખાર રાખી પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી. હાલ જસદણ પોલીસે ગુનો નોંધી પેટ્રોલપંપ પર આતંક મચાવનાર 3 શખસોની શોધખોળ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!