GUJARAT

પહેલા પ્રેમ પછી લગ્ન ને અંતે હત્યા: ‘અમે તો સૈરાટ મૂવીવાળા છીએ’, સુરતમાં ટ્રીપલ Cના ક્લાસમાંથી પત્નીને હોટલમાં લઈ ગયો, છરીના 8 ઘા મારી આંતરડા બહાર લાવી દીધા – Surat News


સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી 5 જુલાઈ, 2024ના રોજ શંકાસ્પદ હાલતમાં 26 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં મધરાત્રે પોલીસ દોડતી થઇ હતી. જો કે ત્યાર બાદ મૃતક એડવોકેટ યુવતીની પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ યુવતીને હોટ

.

દિવ્ય ભાસ્કર દ્વારા આ હત્યાની એક એક વિગતો મેળવવામાં આવી છે. જેમાં રોહિત અને નીશી વચ્ચે કેવી રીતે પ્રેમ પાંગર્યો? રોહિત કાટકર અને તેની મૃતક પત્ની નીશી ચૌધરી વચ્ચે દોઢ વર્ષ પહેલા જ પ્રેમ પાંગર્યો હતો અને બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે ત્યારબાદ નીશી અને રોહિત વચ્ચે ઝઘડાઓ થતા છ મહિના પહેલા જ નીશી પિયરમાં પરત આવી ગઈ હતી. ત્યાર બાદ નીશીને હોટલમાં લઈ જઈને રોહિતે મોતને ઘાટ ઉતારી હતી. હાલ તો પોલીસે આરોપી પતિ રોહિતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રેમ લગ્નથી લઈ હત્યા થવાની સુધીની તમામ બાબતો અંગે જાણવા દિવ્ય ભાસ્કરે મૃતક નીશી ચૌધરીના મામા કલ્પેશ ચૌધરી સાથે વાતચીત કરી હતી.

ઘરમાં ઘુસીને મારી નાંખવા કહ્યું ને પતિએ એમ જ કર્યું
આ મામલે મૃતક નીશીના મામા કલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે કેવી રીતે રોહિત અને તેનો પરિવાર નીશી સાથે મારઝૂડ કરતો હતો. રોહિતના મામાએ તો ફિલ્મની જેમ ઘરમાં ઘૂસીને મારી નાખવાનું કહ્યું હતું જે રોહિતે કરી પણ બતાવ્યું….રોહિત અને નીશી વચ્ચે એક કેમ્પમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ સમય જતા પ્રેમમાં પરિણમી અને લગ્ન કરી લીધા. લગ્ન બાદ પરિવારે સ્વીકાર્યા અને સાથે રહેતા થયા હતા. પરંતુ દંપતી વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા.

નીશી ચૌધરી અને રોહિત કાટકર.

એક કેમ્પમાં મળ્યા ને નિકટ આવવા લાગ્યા
વર્ષ 2022માં નીશી ચૌધરી અને રોહિત કાટકર એક કેમ્પ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ નીશી અને રોહિત વચ્ચે નંબરની આપ લે થઈ અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે બન્ને એકબીજાની નિકટ આવવા લાગ્યા અને એકબીજાને ચાહવા લાગ્યા હતા. જો કે બંને એકબીજાના પ્રેમમાં હોવાની નીશી અને રોહિત પોત પોતાના પરિવારને જાણ પણ કરી ન હતી. રોહિતને જાણ હતી કે તેના પરિવારજનો નીશી સાથે લગ્ન કરવા માટે સંમત નહીં થાય.

પરિવારને અંધારામાં રાખી લગ્ન કર્યા પણ તસવીરોએ રહસ્ય ખોલ્યું
ગત ડિસેમ્બર 2022માં એડવોકેટની પ્રેક્ટિસ કરતી નીશી અને રોહિતે ચોરી છુપીથી બંનેના પરિવારજનોની વિરુદ્ધ જઈને કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. આ દરમિયાન બંને પરિવારની જાણ બહાર પતિ-પત્નીની જેમ રહેતા હતા. પરંતુ ઘરે તો સિંગલ જ બનીને જતા આવતા હતા. પરંતુ માર્ચ 2023માં નીશી અને રોહિત સાથે હોય એવી તસવીરો અંગે બંનેના પરિવારને જાણ થઈ હતી. ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હોવાની પોત પોતાના ઘરે જાણ કરી દીધી હતી.

ભાડે ફ્લેટ રાખી સાથે રહેવા લાગ્યા
કોર્ટ મેરેજ અંગે જાણ થતા રોહિતના પરિવારે નીશીને રાખવાની મનાઈ કરી દીધી હતી. જોકે, રોહિત અને નીશી સાથે રહેવા ઈચ્છતા હોવાથી રોહિત ઘરેથી નીકળીને અડાજણ વિસ્તારમાં જ ભાડેથી એક ફ્લેટ રાખીને સાથે રહેવા લાગ્યા હતા.આ ફ્લેટમાં બન્ને રાજીખુશીથી સાથે રહેતા હતા. 6 મહિના જેટલો સમય બંને ભાડે રહ્યા અને ત્યારબાદ નીશીના પરિવારજનોએ બંનેના લગ્નનો સ્વીકાર કરી લીધો હતો.

નીશી ચૌધરી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી.

નીશી ચૌધરી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી.

રિસેપ્શન કર્યું ને પરિવારે સ્વીકારી લીધા
નીશીના પરિવારજનો દ્વારા નીશી અને રોહિતના લગ્નનો સ્વીકાર કરી સમાજમાં પણ જાણ કરવી પડે એટલે બંનેનું રિસેપ્શન 25 જૂન 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રોહિતના માતા-પિતા સહિત પાંચ જેટલા લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ રોહિતના પરિવારજનોએ પણ બંનેના લગ્નનો સ્વીકાર કરી લીધો હતો. જેથી નીશી અને રોહિત તેના અડાજણ વિસ્તારમાં આવેલા ખોડિયાનગરમાં આવેલા ઘરે રહેવા ગયા હતા.

નીશી સાસરિયે પહોંચીને સાસરિયાઓ અસલી રંગ બતાવ્યો
રોહિતના ઘરે રહેવા ગયા બાદ નીશી પર ત્રાસ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જાતિ વિષયક શબ્દો બોલી ત્રાસ વધુ ગુજારવામાં આવતો હતો. નીશીને મ્હેણા ટોણા મારી નોકરી છોડીને ઘરના કામ કરવા માટે સતત ટોર્ચર કરવામાં આવતું હતું. કોઈ પણ વાત થાય તેનો છેડો જાતિ પર આવીને અટકી જતો હતો. માતા પિતાની ચઢામણીથી રોહિત ક્યારેક વધુ ઉશ્કેરાઈ જતો હતો અને મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

પતિ, જેઠ, સાસુ-સસરાએ માનસિક ત્રાસ આપ્યો
નીશીએ ચાર મહિના સુધી આ ત્રાસ સહન કર્યો હતો. માત્ર એટલું જ નહીં, નીશીની સાસુ નીશીની માતાને કોલ કરી અપશબ્દો પણ કહેતા હતા. નીશી પર સાસુ, સસરા, પતિ, જેઠ અને મામા સસરા સહિતના માનસિક ત્રાસ ગુજારતા હતા. નીશીથી વધુ ત્રાસ સહન ન હતા ઓગસ્ટ 2023માં પિતાના ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ નીશીએ સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવતા ત્રાસ અંગે પરિવારને જણાવ્યું હતું.

નીશીએ નક્કી કરી લીધી હતું કે હવે રોહિત સાથે પાસે જવું નથી
થોડા દિવસોમાં જ રોહિત આવુ હવે નહીં થાય તેવી બાંહેધરી નીશીને પરત સાસરિયામાં લઈ ગયો હતો. જોકે, તેમાં કોઈ ફેરફાર થયો ન હતો. જેથી નીશીએ નક્કી કરી લીધી હતું કે હવે રોહિત સાથે પાસે જવું નથી. અંતે નીશી નવેમ્બર 2023માં રોહિત અને તેના ઘરને છોડીને પિતાના ઘરે પરત આવી ગઈ હતી. ત્યારબાદ રોહિત અને તેના પરિવારજનોએ નીશીના પરિવારજનોને કોલ કરી અપશબ્દો કહ્યા હતા. આ સાથે ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

એ દિવસે નીશીનું કામ તમામ કરી દેત પણ…
નીશી આ તમામ વચ્ચે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી. ત્યારબાદ થોડો બ્રેક લીધો હતો અને જજ બનવાની તૈયારી કરી રહી હતી. જોકે, સાસરિયાના ત્રાસના પગલે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ગત 19 જાન્યુઆરી 2024ના રોજ પરિવાર ઘરને તાળું મારીને બપોર વચ્ચે બે કલાક સુધી બહાર ગયો હતો અને નીશી ઘરમાં એકલી હતી. આ દરમિયાન રોહિત ધસી આવ્યો હતો અને હોબાળો કર્યો હતો. આ સાથે જ ઘરની બહાર તોડફોડ પણ કરી હતી. તે દિવસે નીશી રોહિતના હાથમાં આવી ગઈ હોત તો તે તેને મારી જ નાખત એવી સ્થિતિ થઈ ગઈ હતી.

‘અમે તો સૈરાટ મૂવીવાળા છીએ’
જાન્યુઆરીથી લઈને 4 જુલાઈ સુધી ઘણીવાર નીશી અને તેના પરિવારને ધમકીઓ આપવામાં આવી હતી. રોહિતના મામા દ્વારા નીશીની માતાને ધમકી આપવામાં આવી હતી કે, અમે તો સૈરાટ મૂવીવાળા છીએ, એટલે કે તમારા ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું. આ રીતની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ બધી ઘટનાઓને લઈને ડિવોર્સ સુધીની વાત પહોંચી ગઈ હતી. ત્યારબાદ નીશી અને રોહિત મળ્યા હોય તેવું પણ સામે આવ્યું નથી.

ટ્રીપલ સીના ક્લાસિસમાં ઘરે ન પહોંચી ને શરૂ થઈ શોધખોળ
નીશી જજની પરિક્ષાની તૈયારી કરતી હોવાથી તેમાં CCCનું સર્ટિફિકેટ જરૂરી હોય છે. જેથી તે એલપી સવાણી રોડ પર આવેલા એક ક્લાસિસમાં CCCનો કોર્સ કરવા લાગી હતી. રોજ સાંજે 6 વાગ્યા આસપાસ ક્લાસમાંથી નીશી ઘરે પરત આવી જતી હતી. જોકે, ગત 4 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા બાદ નીશી ઘરે પહોંચી ન હતી. છેલ્લા 9 વાગ્યા છતાં પણ નીશી ઘરે પહોંચી ન હતી. જેથી પરિવારજનો દ્વારા નીશીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

રોહિત કે નીશી મળતા નહોતા
આ દરમિયાન નીશીના પિતા મીનષભાઈ પર રોહિતના મોટાભાઈનો કોલ આવ્યો અને જણાવ્યું હતું કે, રોહિત તમારી સાથે છે?. જોકે, તેમને રોહિત તો ઠીક નીશી પણ મળી રહી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રોહિત અને નીશી બંને સાથે હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.આ શોધખોળ કરતા કરતા આખી રાત અને આખો દિવસ પણ પસાર થઈ ગયો હતો. જોકે, રોહિત અને નીશી મળ્યા ન હતા.

પોલીસે નીશીના માતા-પિતાને કહ્યું ફટાફટ હોટલ પહોંચો
5 જુલાઈના રોજ રાત્રે 10.30થી 11 વાગ્યાની વચ્ચે પાલ પોલીસ દ્વારા નીશીના પિતાને કોલ આવ્યો હતો અને પાલ વિસ્તારમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટેલમાં આવવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી નીશીના માતા-પિતા તથા બહેન-બનેવી હોટલ પર પહોંચ્યા હતા. જ્યાં પંચનામાની વાત કરવામાં આવતા જ પરિવારને નીશીનું મોત થયું હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ માતાએ કહ્યું હતું કે એણે મારી છોકરીને મારી નાખી. જેવા સવાલો કર્યા હતા અને રડી રહ્યા હતા.

હોટલના રૂમમાં એકઠા થયેલા મૃતક નીશીના સંબંધીઓ.

હોટલના રૂમમાં એકઠા થયેલા મૃતક નીશીના સંબંધીઓ.

સીસીટીવીમાં કેદ થયો રોહિત
નીશીના મામા કલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે, મને 11 વાગ્યે જાણ થયા બાદ ત્યાં પહોંચ્યો હતો. અંદર જતા નીશીની 8 જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા તેના પતિ રોહિતે કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કેમ કે રોહિત અને નીશી જે રૂમમાં રહ્યા હતા તેના આધારકાર્ડ પણ આપેલા હતા. આ સાથે જ રોહિત સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. પોલીસે તો હોલ તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.

હોટલ રૂમમાં કેવું દ્રશ્ય હતું?
રૂમમાં નીશીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. બાજુમાં છરો પણ પડ્યો હતો. બંને કાંડાની નસો કાપી નાખી હતી. કાંડા પર 3 ઈંચ જેટલા કટ મારવામાં આવ્યા હતા. આ સાથે જ કોણી અને ખભા પર પણ ઘા મારવામાં આવ્યા હતા. ચપ્પુના ઘા મારવા સમયે નીશીએ પ્રતિકાર કર્યો હોય તેમ હથેળીઓમાં પણ બેથી વધુ ઘા મારવામાં આવ્યા છે. સૌથી ક્રૂર કહેવાય તેવો એક ઘા પેટ પર મારવામાં આવ્યો હતો. જેથી નીશીના પેટમાંથી આંતરડાં પણ બહાર આવી ગયા હતા. આ સાથે જ એક અન્ય ઘા પણ મારવામાં આવ્યો હતો.આમ નીશીને મોતને ઘાટ ઉતારી દેવા માટે 8 જેટલા ઘા મારવામાં આવ્યા હતા.

હોટલ સ્ટાફે દરવાજો ખખડાવ્યો ને રોહિત ભાગ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે 4 જુલાઈના રોજ 6 વાગ્યા આસપાસ નીશી અને રોહિત હોટલના રૂમમાં ગયા હતા. જ્યારે 5 જુલાઈના રોજ રાત્રે 10.30 આસપાસ હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતા રોહિત ભાગી ગયો હતો. નીશીના મૃતદેહ જોતા એવું લાગતું હતું કે તેની 5 જુલાઈના રોજ હત્યા કરવામાં આવી ન હતી. જોકે, તેની 4 જુલાઈના રોજ રાત્રીના સમયે જ મોતને ઘાટ ઉતારવામાં આવી હોય શકે છે. લોહી જામી ગયું હતું. આંખ અને નાકમાંથી પણ લોહી નીકળી ગયું હતું અને જામી ગયું હતું. જેથી તેના મોતને 18 કલાક જેટલો સમય તો થઈ જ ગયો હોય શકે છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ક્યારે મોત થયું તેની જાણકારી મળશે. જોકે, રોહિત પોલીસમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અમારી તો માંગ એ છે કે, આમાં માત્ર રોહિત હત્યારો નથી, તેનો આખો પરિવાર હત્યારો છે. તેના મામા પણ સામેલ છે. તે બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારી દીકરી તો અમે ગુમાવી છે પણ તેને ન્યાય તો મળવો જ જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!