GUJARAT

બોટાદ નેત્રમ ટીમની સરાહનીય કામગીરી: નેત્રમ ટીમ અને બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ચાલુ રીક્ષામાથી પડી ગયેલો મોબાઈલ પરત અપાવ્યો – Botad News

લોકોને ટેકનોલોજીથી વધુમાં વધુ ઉપયોગી થવા માટે બોટાદ પોલીસની નેત્રમ ટીમ સતત મહેનત કરી રહી છે. નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા નેત્રમ ટીમ પ્રયત્નો કરે છે. ત્યારે બોટાદ નેત્રમ ટીમની વધુ એકવાર સરાહનીય કામગીરી સામે આવી છે.

.

બોટાદ શહેરમાં ગત તા.17- 7-24ના રોજ એક અરજદાર બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, તા.17-7-24ના બપોરના અરસામાં અરજદાર બોટાદ બસ સ્ટેશનથી રીક્ષામા બેસી ટાવર રોડ જતા હતા. ત્યારે પોતાનો OPPO કંપનીનો મોબાઈલ ચાલુ રીક્ષામાથી રસ્તા પર ક્યાંક પડી ગયો હતો.

ત્યાર બાદ મોબાઈલની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવ્યો નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતાં નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજી.નં. GJ-23-Z-3704 શોધી ટેકનિકલ એનાલિસિસથી ગણતરીની કલાકોમાં જ મોબાઈલ શોધી કાઢી અરજદારને મોબાઈલ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!