GUJARAT

કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું: ભગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવવા માટેનો થયેલા વિરોધને સામાજીક સમરસતા મંચે વખોડ્યો – Bharuch News


ભરૂચમાં આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ અને સંતો પણ જોડાયા હતા.

.

સામાજિક સમરસતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. ભગવદ્ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત-સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યાં છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતિક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના,સત્યાગ્રહ,અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભગવદ ગીતામાં દર્શાવેલા સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ઠ કરવા માટે રાજ્ય સરકાર અને શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ અનુરોધ કરે છે. આવેદનપત્રમાં સાધુ સંતો અને સંતો જોડાયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!