GUJARAT

મંદિર પાસે બનાવેલી દીવાલનો વિવાદ: મોરબીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની મચ્છુ નદીના કાંઠે જમીનની હદ નક્કી કરવા આજે SLR દ્વારા માપણી કરાઇ – Morbi News


મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે જેને લઈને વિવાદ ઊભો થયો છે. જેથી ડીએલઆર દ્વારા જમીનની માપણી કરવામાં આવી હતી જેની સામે સ્વામિનારાયણ સંસ્થાને વાં

.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે. તેના માટે થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં ડીએલઆરની માપણી સામે સંસ્થા દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. જેથી કરીને આજે લેન્ડ રેકર્ડ વિભાગના મોરબી જિલ્લાના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ જિજ્ઞાશ શ્રોફની હાજરીમાં SLR દ્વારા જમીનની માપણી કરવામાં આવી રહી છે.

હાલમાં નદીના કાંઠે સંસ્થા દ્વારા જે દીવાલ બનાવવામાં આવી છે. તેને લઈને ભવિષ્યમાં હોનારત જેવી દુર્ઘટના થઈ શકે છે તેવી અરજી અગાઉ કલેક્ટરમાં કરવામાં આવી હતી જેથી તે અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાએ વધારાનું બાંધકામ કર્યું હોવાનું અગાઉ સામે આવ્યું હતું. જેથી વધારનું બાંધકામ તોડી નાખવા માટે પાલિકા અને કલેક્ટર દ્વારા સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. જો કે, હજુ સુધી સંસથા દ્વારા વધારાનું બાંધકામ તોડવામાં આવેલું નથી અને છેલ્લી મિટિંગમાં તા 5ને શુક્રવારથી સંસ્થા દ્વારા વધારાની દીવાલ તોડવાનું શરૂ કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યુ હતું. જો કે, જગ્યાની માપણીને લઈને ડીએલઆરની માપણી સામે પ્રશ્ન હતા. તેને દૂર કરવા માટે આજે SLR દ્વારા માપણી કરવામાં આવી રહી છે. જેમાં ક્યા સુધી ક્યો સર્વે નંબર આવે છે તેની હદ નક્કી કરી આપવામાં આવશે. તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

હાલમાં SLR દ્વારા માપણી કરવામાં આવી રહી છે અને તેના દ્વારા જે સર્વે નંબરની જમીન ઉપર મંદિર અને તેની આસપાસનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના સર્વે નંબર ક્યાં સુધી આવે છે તેની ફાઇનલ હદ નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ જીડીસીઆરના નિયમોને ધ્યાને રાખીને જે દીવાલ તોડવાની છે અને વધારાનું બાંધકામ દૂર કરીને નદી કાંઠાને ધ્યાને રાખીને જે નિયમોની અમલવારી કરાવવાની છે. તે કલેક્ટરના આદેશ મુજબ સબંધિત વિભાગના અધિકારીઓને કરાવવાનું છે. જો કે, તેની અમલવારી કયારે કરાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!