GUJARAT

અમીરગઢ પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી ઝાપટા: ખેડૂતોના મૂરજાતા પાકોને જીવનદાન મળ્યું, લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી – banaskantha (Palanpur) News


અમીરગઢ પંથકમાં દિવસ ભરની ભારે ઉકાળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોના મુરજાતા પાકોને જીવનદાન મળ્યું છે જોકે હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતો આવનાર સીઝનને લઈ ચિંતામાં મુકાયા છે જોકે મેઘર

.

અમીરગઢ પંથકમાં મેઘરાજાના વિરામ બાદ ઉકળાટ અને બફારાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.જેના લીધે ફરી મેઘરાજાનું ક્યારે આગમન થશે તેની સૌ કોઈ કાગ ડોળે રાહ જોઇને બેઠા હતા.જોકે આજે અમીરગઢ પંથકમાં સાંજના સમયે ધીમી ગતિએ વરસાદની શરૂઆત થઇ હતી.વરસાદ ની શરૂઆત થતા જ ગરમીનો ઉકળાટ અને બફારો એકદમ વધી ગયો હતો.જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક દિવશો થી ગરમી અને બફારાના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. જો કે આજે ફરી મેઘરાજા ની એન્ટ્રી થતાં લોકોએ ગરમી ના બફારા થી હાશકારો અનુભવ્યો હતો. અમીરગઢ,ઈકબાલગઢ,ગોળીયા, જાંજરવા,બાલુદ્રા, આંબાપાણી સહીત આજે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ફરી ઠંડક પર પ્રસરી હતી. અને વરસાદી માહોલ જામતા લોકોમાં આનંદની લાગણી જોવા મળેલી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!