હોલસેલ સામે રિટેલના ભાવ આસમાને: APMCમાં વેચાતી શાકભાજીનો ભાવ બહાર ત્રણ ગણો થઈ જાય!, છૂટકમાં વેચનારાઓની નફાખોરી – Ahmedabad News
ગુજરાત રાજ્યમાં સોમવારથી ફરી એક વખત સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, એ પહેલાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી રહ્યો હતો. આ ઉપરાંત અન્ય રાજ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, એને કારણે શાકભાજીના ભાવમા
.
જમાલપુર APMC અંદર- બહાર ભાવમાં ફેર
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટમાં જે શાકભાજીના ભાવ લેવાતા હોય એના કરતાં એપીએમસી માર્કેટની બહાર જ એના ત્રણ ગણા ભાવ લેવાય છે. ફક્ત એપીએમસી માર્કેટની દીવાલની બહાર જ ત્રણ ઘણો ભાવ લેવાય છે, ત્યારે અન્ય વિસ્તારોમાં અને એમાં પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એ શાકભાજીના ચાર ગણા ભાવ પણ લેવાતા હોય છે. ખેડૂતોને પોતાની મહેનતનું વળતર મળતું નથી, પરંતુ વચેટિયા નફો રળી લે છે અને એનો માર્ગ સામાન્ય જનતાને મોંઘવારી રૂપે પડે છે, પરંતુ ખેડૂત તો ઠેરના ઠેર જ છે, એટલે વચેટિયા મોંઘવારીમાં વધારો કરી રહ્યા છે.
વરસાદમાં ખેડૂતો શાકભાજી સસ્તા ભાવે વેચાણ કરી દે છે
એક તરફ વરસાદને કારણે શાકભાજી જેવી ઝડપી નાશ પામતી વસ્તુઓને ઝડપથી નિકાલ કરવો ખૂબ જ જરૂરી બને છે, ત્યારે ખેડૂતો સસ્તા ભાવે એપીએમસી માર્કેટમાં એનું વેચાણ કરે છે અને હોલસેલ માર્કેટમાં પણ સામાન્ય દર પર રિટેલ વેપારીને વેચાણ થાય છે, પરંતુ ગ્રાહકો સુધી પહોંચતાં એના ત્રણથી ચાર ગણા ભાવ થઈ જાય છે.
જમાલપુરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, MPના ખેડૂત દ્વારા શાકભાજીનું વેચાણ
ઉલ્લેખનીય છે કે અમદાવાદના એપીએમસી માર્કેટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી તથા અન્ય રાજ્યમાંથી પણ શાકભાજીની આવક થતી હોય છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા ભાગોમાંથી શાકભાજીની આવક અમદાવાદના એપીએમસી માર્કેટમાં થાય છે. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં તથા મધ્યપ્રદેશમાં પણ મેઘરાજાની મહેરને કારણે ખેડૂતો ઝડપથી શાકભાજીનો નિકાલ કરી રહ્યા છે. એને કારણે છેલ્લા ત્રણ દિવસથી એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે, તેથી એકાએક એનો ભાવ ગગડ્યો છે, પરંતુ રિટેલ વેપારીઓ કોઈપણ શાકભાજીનો ભાવ ઘટાડવા તૈયાર નથી. દરેક શાકભાજીનો ભાવ ₹100 કરતાં વધુ પ્રતિ કિલોદીઠ વેચાણ કરે છે.
એપીએમસીમાં શાકભાજીના ભાવ ઘટ્યા છે.
વરસાદને કારણે શાકભાજી ઠલવાતાં ભાવ નીચા ગયા
જમાલપુર ખાતેના એપીએમસી માર્કેટના હોલસેલ વેપારી રાકેશ પટેલે જણાવ્યું હતું કે વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે ખેડૂતો દ્વારા ઝડપથી એપીએમસી માર્કેટમાં શાકભાજી ઠાલવવામાં આવી રહી છે, તેથી હાલમાં તો એના ભાવ નીચા ગયા છે, પરંતુ આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તો એની આવક ઘટી જતી હોય છે, એના ભાવ પણ ઊંચકાઈ શકે છે. બેથી ત્રણ દિવસથી શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે, એની સામે એની આવકમાં મોટો વધારો થયો છે, તેથી ભાવ પણ ઘટ્યા છે.
કોથમીર સહિતના મસાલા અને શાકભાજીના ભાવમાં ઘટાડો.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 24 જુલાઈ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે તથા વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે, એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યના આ ભાગમાંથી આવતી શાકભાજીની આવક ઘટી શકે છે, તેથી એક સપ્તાહ બાદ હજુ પણ મોંઘવારીમાં વધારો થશે અને શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.
વરસાદ વચ્ચે છેલ્લા 2 દિવસથી ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બે દિવસમાં શાકભાજીના ભાવ ઘટ્યા
અમદાવાદના જમાલપુર ખાતેના એપીએમસી માર્કેટમાં 15મી જુલાઈ કરતાં 16મી જુલાઈએ મોટા ભાગની શાકભાજીનો ભાવ ઘટ્યો છે. એમ છતાં રિટેલ માર્કેટમાં એના કરતાં ત્રણથી ચાર ગણો ભાવ વસૂલવામાં આવે છે.