GUJARAT

કચ્છમાં ચાંદીપુરાની એન્ટ્રી થતા અંજાર તંત્ર સતર્ક: ચાંદીપુરા વાઇરસ ભરડો લે તે પૂર્વે અંજાર નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગે સતર્ક બની એક્શન પ્લાન બનાવ્યો – Anjar News


આજરોજ અંજાર નગરપાલિકા તંત્ર દ્વારા અને અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર ડૉ.આર.એ.અંજારીયાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ ગામો અને શહેરી વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચાંદીપુરા સર્વે તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી. જેમાં કુલ 79 ટીમો જેમાં MPHW-FHW-ASHA દ્

.

ઘરો-ઘર મુલાકાત દરમિયાન લોકોને સ્વચ્છતા રાખવા તથા સેન્ડ ફલાય (માટીની માખી)થી થતા ચાંદીપુરા વાયરસ અંગે સમજણ આપવામાં આવી. ચાંદીપુરા રોગના લક્ષણો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.સમગ્ર ટીમ કાર્યનું સુપરવિઝન શામજીભાઈ આહીર દ્વારા કરવામાં આવ્યું.

રાજ્યભરમાં હાલમાં ચિંતાનો માહોલ સર્જનાર ચાંદીપુરા વાયરસનો પ્રવેશ કચ્છ જીલ્લામાં થઈ ચુક્યો છે, તેવા સમાચાર સાથે અંજાર નગરપાલિકાનું તંત્ર તેની સામે પ્રજાને રક્ષણ મળે તે માટે સાબદુ થઈ ચૂક્યું છે. જોકે પાણી પહેલા પાળ બાંધવાની ઉક્તિ સાર્થક કરવાના હેતુથી અંજાર આરોગ્ય વિભાગ અને નગરપાલિકાએ વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેરના તમામ ઘરોનું સર્વે કરી ત્યાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે.લોકોને ચાંદી પૂરા વાઇરસના લક્ષણો તે થવાના કારણો વગેરે બાબતે જનજાગૃતિ કરવામાં આવી રહી છે.

નગરપાલિકાના તંત્ર દ્વારા આરોગ્ય તંત્ર સાથે સંકલન કરીને લોકોમાં જાગૃતિ આવે અને સલામતીના કડક પગલાં ભરાય તે માટે નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને તેમના સાથી પદાધિકારીઓની ટીમે અંજારના આરોગ્ય વિભાગના વડા ડો. રાજીવભાઈ અંજારિયા સાથે વાત કરી અને નગરપાલિકા દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, ઉપપ્રમુખ શિલ્પાબેન બુધ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન વિનોદભાઈ ચોટારા, ચીફ ઓફિસર પારસકુમાર મકવાણાની સુચના અનુસાર ઓફિસ સુપ્રીટેન્ડન્ટ ખીમજીભાઇ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ મ્યુ. ઈજનેર વિદિત ભાઈ ચૌહાણ, સેની. ઇન્સ્પેક્ટર તેજપાલભાઈ લોચાણી, ડ્રેનેજ ઇજનેર સાવનભાઈ પંડ્યા, વિનોદભાઈ શામળીયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રાજ્ય સરકારના આરોગ્ય તંત્રના કર્મચારીઓ સાથે મળીને આજથી કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારમાં ખાસ મેલેથીયોન દવાનો છંટકાવ અને ડસ્ટીંગની કામગીરી શરૂ કરી હતી.

તેમજ આ રોગ સામે સલામતીના ભાગરૂપેની કામગીરીમાં નગરપાલિકા દ્વારા કોઈ કસર છોડવામાં આવશે નહીં તેવું એક યાદીમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!