અમરેલી

Amreli Rain: પ્રથમ વરસાદમાં જ રાજુલાના હિંડોરણા બ્રિજ પર પડ્યા ગાબડાં,જુઓ Video


ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર દુર્ગત દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ રાજુલાના હિંડોરણા બ્રિજ પર ગાબડાં પડી ગયા છે. નવા બનેલા બ્રિજ પર ગાબડાઓ પડતા વાહન ચાલકો હેરાન-પરેશાન થયા છે અને સાથે જ નબળી ગુણવત્તાવાળું કામ કરીને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા છે. બ્રિજ પર મસમોટા ગાબડાઓ પડતા લોખંડના સળિયાઓ પણ બહાર આવી ગયા છે. નવનિર્મિત બ્રિજમાં આ બીજી વખત ગાબડું પડતા ફરી નેશનલ ઓથોરિટી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ બ્રિજ આગામી સમયમાં મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે તેવી આશંકા વર્તાય રહી છે. જો કે ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે ચોમાસામાં કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર તાત્કાલિક સામારકામ હાથ ધરે તેવી વાહન ચાલકોએ માગ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!