અમરેલી
Amreli Rain: અમરેલીના સાકરોળી ડેમમાં પાણીની આવક, જુઓ Video
અમરેલીના સાકરોળી ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે હવે આ વરસાદને લઈને અમરેલીમાં સાકરોળી ડેમમાં પાણીની આવક જોવા મળી હતી.
વડીયા નજીક સાકરોળી ડેમમાં નવા નીર આવ્યા હતા. જેમાં સાકરોળી ડેમમાં 13.5 ફૂટ પાણીની સપાટી વધી ગઈ હતી. આને લઈને નીચાણવાળા ગામોને પીવાના પાણીમાં ફાયદો થઈ શકે છે. અમરેલીના સાકરોળી ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે.