અમરેલી

Amreli Rain: અમરેલીના બગસરામાં વરસાદ બાદ પણ હાલાકી, જુઓ Video


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જીલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે અમરેલીના બગસરામાં ભારે વરસાદ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીમાં વરસાદે તો વિરામ લઈ લીધો પણ પાણી હજી સુધી ઓસર્યા નથી. ત્યારે વરસાદ બાદ પાણી ન ઓસરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રને રજૂઆત છતા કોઈ નિરાકરણ ન આવતા રોષ

અમરેલીમાં વરસાદ વરસવાનો બંધ થઈ ગયો છે પણ પાણી ભરાય જવાના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. જેમાં મારુતિધામ અને ગોકુલધમ સોસાયટીમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવ્યું હતું. આ બંને સોસાયટીમાં 3 ફૂટ સુધીના પાણી ભરાય ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તંત્રને રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!