અમરેલી
Amreli Rain Update: ત્રણ દિવસના વિરમ બાદ વડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો,જુઓ Video
રાજ્યમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાનું આજે ફરી આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના વડિયામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આજે અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયામાં મેઘરાજા મન મૂકી વરસતા રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસાદ ફરીથી આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.