અમરેલી

Amreli: જિલ્લામાં ભારે વરસાદ, ગાગડીયો નદી પરના ચેકડેમ-તળાવો છલકાયા, જુઓ આકાશી દ્રશ્યો


  • અમરેલીમાં જિલ્લામાં સહિત લાઠી, બાબરા વિસ્તારમાં ભારે વરસાદ
  • ભારે વરસાદથી ગાગડીયો નદીમાં આવ્યા પુર
  • ઠેરઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી, બાબરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગાગડીયો નદીમાં ત્રણેક વખત પુર આવ્યા છે. ત્યારે ખેડૂતોમાં પણ એક અલગ ખુશી જોવા મળી રહી છે.

ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા

ભારે વરસાદને પગલે ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા છે અને વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવોનો આકાશી નજારો એકદમ અદભુત લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણીએ કહેર પણ મચાવ્યો છે, જો કે વરસાદી પાણીએ તંત્રની પોલ પણ ખોલી છે અને ઠેરઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે જ રાજ્યના અનેક ડેમો પણ સારા વરસાદને પગલે પાણીથી છલકાયા છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે, ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. આ સિવાય ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફડ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે. ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં રહે.

હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી, તાપી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ હવામાન વિભાગે ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!