GUJARAT

સાબરમતીમાં ગંદુ પાણી છોડનારની ખેર નથી: હાઈકોર્ટની ટકોર બાદ ફેક્ટરીઓ અને ટેન્કરોના ગંદા પાણીનું ચેકિંગ કરવા AMCની ટાસ્ક ફોર્સ, જવાબદાર એકમોનું BU પરમિશન રદ કરાશે – Ahmedabad News

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે. હવે શહેરની ગટર લાઈનો- ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિડિંગ (

.

ટાસ્ક ફોર્સમાં કોણ કોણ હશે?

  • ડેપ્યુટી સિટી ઇજનેર (સબ ઝોનલ)
  • આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO)
  • સેન્ટ્રલ લેબોરેટરીના પ્રતિનિધિ
  • પર્યાવરણ એન્જિનિયર
  • આસિસ્ટન્ટ સિટી ઇજનેર ( ડ્રેનેજ પ્રોજેકટ)
  • ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રતિનિધિ
  • પોલીસના પ્રતિનિધિ

નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે કડક કાર્યવાહી કરાશે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવેલી ટાસ્ક ફોર્સ દ્વારા જે પણ ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ છોડતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે જે પણ ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ, સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે.

AMCએ 7 સભ્યોની નવી ટાસ્ક ફોર્સ રચી
સાબરમતી નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી સિટી ઇજનેર, ટાઉન પ્લાનિંગ વિભાગ, સેન્ટ્રલ લેબોરેટરી, પર્યાવરણ એન્જિનિયર, GPCB (ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ) અને પોલીસના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ તમામ ઔદ્યોગિક એકમોનો સર્વે કરશે. જેમાં ફેક્ટરી લાઇસન્સ, બીયુ પરમિશન, હેલ્થ લાયસન્સ, ખાનગી બોર, ઔદ્યોગિક પાણીનો કેવી રીતે નિકાલ કરવામાં આવે છે અને કેટલા પેરામીટરનું પાલન કરાય છે વગેરેની માહિતી મેળવશે.

એક નવું પોર્ટલ પણ બનાવાશે
જે તમામ ડેટા તૈયાર કરવામાં આવશે અને જો ક્યાંય પણ આ નિયમોનું પાલન અને લાયસન્સ ન હોય તો તાત્કાલિક ધોરણે તેને સીલ કરવાની કાર્યવાહી કરાશે. ડિસ્ચાર્જ પોઇન્ટ પર કનેક્શન કાપવાની કાર્યવાહી કરી જે તે વિભાગને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. દર અઠવાડિયે અને મહિને ગમે ત્યારે આ ફેક્ટરીઓમાં ચેકિંગ કરવાનું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે એક નવું પોર્ટલ પણ બનાવવામાં આવશે જો કોઈ નાગરિકને ગેરકાયદેસર રીતે ગંદુ પાણી છોડાતું હોય તો તેના ફોટા અને માહિતી ની જગ્યા ફોટોગ્રાફ્સ સાથે ઇમેલ પોર્ટલ પર કરી શકશે.

ટાસ્ક ફોર્સના સુપર વિઝન માટે પણ એક કમિટી
ટાસ્ક ફોર્સ પર સુપર વિઝન માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં ઇજનેર વિભાગના અધિકારી, ડેપ્યુટી ટીડીઓ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જીપીસીબી અને પોલીસના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે ટાસ્ક ફોર્સની કામગીરીનો રિવ્યુ કરશે અને જે પણ ગેરકાયદે પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મેળવી અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેની કામગીરી પર નજર રાખશે.

પેટ્રોલિંગ સ્કવોડ પણ તૈયાર કરાશે
શહેરમાં જેટલા પણ ઔદ્યોગિક એકમોના વિસ્તારોમાં ગેરકાયદે ટેન્કર દ્વારા ડ્રેનેજ લાઈનમાં ગંદુ પાણી ન નાખવામાં આવે તેના માટે એક પેટ્રોલિંગ સ્કવોડ પણ તૈયાર કરવામાં આવશે. સ્કવોડ દ્વારા જે પણ સ્થળોએ ગેરકાયદેસર રીતે ટેન્કર મારફતે ગટર લાઈનમાં ગંદુ પાણી છોડાય છે, તેના રૂટ મેપ દ્વારા ચેક કરવામાં આવશે અને ચેકપોસ્ટ પર આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે
ટાસ્ક ફોર્સની કામગીરીના રિપોર્ટના આધારે આ કમિટી દ્વારા કાર્યવાહી કરાશે. જે પણ ઔદ્યોગિક એકમ ગંદુ પાણી છોડતું હશે, તો જીપીસીબીને તેને બંધ કરાવવા માટે અને કડક કાર્યવાહી કરવા જાણ કરશે. બી યુ પરમિશન રદ કરવા તેમજ ગેરકાયદે સ્ટ્રક્ચર હોય તો તેને તોડી પાડવામાં આવશે. તેમજ જો ગેરકાયદે નેક્શન કર્યા હશે તો તેને તાત્કાલિક ધોરણે ત્યાંથી કાપવામાં આવશે. પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે.

વોટર રિસોર્સ મેનેજમેન્ટની પણ એક કમિટી
ઝોનલ લેવલ કમિટી ઉપરાંત વોટર રિસોર્સ મેનેજમેન્ટની પણ એક કમિટી જેમાં સિટી ઇજનેર કક્ષાના અધિકારી અને જીપીસીબીના અધિકારી હશે. જે તમામ ઝોનમાં કામગીરી કરશે અને જીપીસીબી ને ઔધોગિક એકમો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલશે. સાબરમતી નદીમાં પાણી છોડવાના જેટલા પણ આઉટલેટ આવેલા છે તે તમામનું મોનિટરિંગ કરવામાં આવશે.

વિજિલન્સ સેલની પણ કમિશનરે નિમણૂક કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે ચાલતા તમામ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુધ્ધ કરવામાં આવતા પાણી ટ્રીટ થયા બાદ સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. આ તમામ એસટીપી પ્લાન્ટમાં નેશનલ ગ્રીનલ અને પર્યાવરણની જાળવણીના તમામ નિયમોનું પાલન કરી તેમજ પેરામીટર મુજબ પાણીનો નિકાલ થાય છે વગેરે અંગેનું ચેકિંગ કરવા માટે હવે વિજિલન્સ સેલની પણ કમિશનરે નિમણૂક કરી છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં પર્યાવરણ, મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ એન્જિનિયર અને લેબોરેટરીના પ્રતિનિધિ હાજર રહેશે.

શહેરના તમામ એસટીપી પ્લાન્ટનું દર મહિને ચેકિંગ
દર મહિને શહેરમાં આવેલા તમામ એસટીપી પ્લાન્ટનું ચેકિંગ કરવામાં આવશે અને ડિઝાઈન/ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ધારા ધોરણ મુજબના પેરામીટરની ચકાસણી કરશે. તમામ મશીનરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી થાય છે તેની તપાસ કરવામાં આવશે. શુદ્ધ કરેલા પાણીના સેમ્પલોની અલગ અલગ NABL લેબોરેટરીમાં ચકાસણી કરાવી તેનો રીપોર્ટ તૈયાર કરી અને મ્યુનિસિપલ કમિશનરને પણ સોંપવામાં આવશે



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!