GUJARAT

નેતાને જવાબદારીમાંથી મુક્તિ: ભાજપના સહકોષાધ્યક્ષ અને AMC પ્રભારી ધર્મેન્દ્ર શાહને તેમની જવાબદારીમાંથી ગુજરાત પ્રદેશ ભાજપે મુક્ત કર્યા – Ahmedabad News


ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર શાહને તેમની તમામ જવાબદારીમાંથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્

.

અમુક નેતાઓ સાથે આંતરિક વિખવાદ ચાલતો હતો
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને કોર્પોરેશનમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર શાહને તેમની ગેરહાજરીમાં જ તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા તેની પાછળ અનેક કારણોની ચર્ચા છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક નિર્ણયો અને કોર્પોરેટરોમાં નારાજગીને લઈ પ્રભારીની ફરિયાદો પ્રદેશના નેતાઓ સુધી કરવામાં આવી હતી. શહેર ભાજપ સંગઠનમાં પણ કેટલાક નેતાઓ સાથે આંતરિક વિખવાદ ચાલતો હતો. છેવટે અમેરિકા ગયા બાદ તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીથી લઈ તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવતા શહેર ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોમાં અનેક ચર્ચાઓ જાગી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!