GUJARAT

અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ: અમદાવાદમાં AMCના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તોડ્યો, મોંઘું લેપટોપ અને આઈપેડ ચોરી લીધું – Ahmedabad News

અમદાવાદમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. પાર્કિંગમાં રહેલી કારનો કાચ તોડીને કારમાં રહેલી ચીજવસ્તુઓ ચોરનારી ટોળકી સક્રિય થઈ ગઈ છે. શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં રહેલી કારમાંથી મોંઘાદાટ લેપટોપ અને આઈપેડની ચોરી થઈ હોવાની ફર

.

દરવાજાનો કાચ તૂટેલો હતો
અંકિત શાહ હોલસેલ દવાઓનો ધંધો કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 10 જુલાઈએ હું અને મારી પત્ની અમારી ગાડી લઈને સીજી રોડ વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતાં. મારી ફોર વ્હીલ ગાડી સ્ટેડીયમ સર્કલથી આગળ ફેમીના શો-રૂમની સામેની બાજુના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરી અને ગાડીની પાછળની સીટમાં મારૂ એક બ્રાઉન કલરનું બેગ રાખી ગાડી લોક કરી અમે ખરીદી કરવા ગયા હતાં. ત્યાર બાદ ખરીદી કરી મારી ગાડી પાસે આવીને જોયું તો ડ્રાઇવરની સીટની પાછળ વાળી સીટની જમણી બાજુના દરવાજાનો કાચ તુટી ગયો હતો.

લેપટોપ, આઇપેડ સહિત ડોક્યુમેન્ટની ચોરી
ગાડીની પાછળની સીટ પર રાખેલ મારી બેગ હતી નહી. આ બેગમાં માઇક્રોસોફ્ટ કંપનીનું લેપટોપ તથા એપ્પલ કંપનીનું આઇપેડ, લેપટોપનું તથા આઇપેડનું તથા ફોનના ચાર્જર અને 1 TB હાર્ડ ડિસ્ક હતી. તે ઉપરાંત મારો ભારતીય પાસપોર્ટ, બેંકોના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ તથા મારા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ પાનકાર્ડ રાખી મુકેલ હતા. જે બેગ કોઇ અજાણ્યો ચોર સદર ગાડીના ડ્રાઇવર સીટની પાછળના ભાગના દરવાજનો કાચ તોડી બેગ ચોરી કરી લઈ ગયો છે. બેગમાં કુલ 1.65 લાખ રૂપિયાની સામગ્રી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ શહેરમાંથી PCBની ટીમે અમરાઇવાડી, દાણીલીમડા અને નરોડામાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ચાર બૂટલેગરોને પણ ઝડપી લીધા છે.અમરાઇવાડી સત્યમનગર શાકમાર્કેટ સામે જાહેરમાં કેટલાક તત્ત્વો દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની જાણ થતાં PCB એ રેડ કરી 44 બોટલ વિદેશી દારૂની બોટલ સાથે રવિ ઉર્ફે ભુરિયા ચૌહાણને ઝડપી લીધો હતો.

બીજી રેડમાં પોલીસનો સપાટો
બીજી રેડમાં પોલીસે દાણીલીમડા છીપા સોસાયટી મુરગી ફાર્મ પાસે પણ સુલતાન નિહાલભાઇ શેખ દેશી દારૂનો વેપલો કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી 22 બોટલ દારૂ ઝડપીને સુલતાનને ઝડપી લીધો હતો. જ્યારે તેના સાથીદાર ઇમરાન અને એજાઝને પકડવા કવાયત શરૂ કરી છે. નરોડાના અરવિંદસિંહ અને રવિન્દ્રસિંહ સેન્ટ્રો ગાડી, રિક્ષા અને એક્ટિવા પર ગ્રાહકોને દારૂની હોમ ડિલિવરી કરતા હોવાની બાતમીને આધારે પીસીબીએ તેમને ઝડપી લઇ તેમની પાસેથી વિલાયતી દારૂની 33 બોટલ સાથે ગાડી, રિક્ષા અને એક્ટિવા કબજે લીધી છે. જ્યારે રાજસ્થાનથી તેમના માટે દારૂ મોકલતા અરવિંદસિંહના દીકરા મહાવીરસિંહે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!