GUJARAT

કોંગ્રેસના પાંચેય કાર્યકરને હજુ જેલમાં જ રહેવું પડશે: સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા, કહ્યું-જાહેરમાં પથ્થરમારો અપરાધ છે – Ahmedabad News


કોંગ્રેસના કાર્યકર અને આરોપી એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારા.

ગત 1 જુલાઈ 2024ના રોજ લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે 2 જુલાઈ અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા

.

આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.આમ પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી. જેલમાં રહેવું પડશે. આ તમામ ફરિયાદ નવા કાયદા મુજબ કરવામાં આવી છે. સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ વાળી કલમોમાં પોલીસ સ્ટેશનમાંથી જ આરોપીઓ જામીન મેળવી લેશે. આ ફરિયાદમાં પોલિટિકલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો છે.

શનિવારે સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પોલીસને ખખડાવી હતી
આ ફરિયાદ સંદર્ભે પોલીસે કોંગ્રેસના 05 કાર્યકરોની ધરપકડ કરીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જેમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ કંસારા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓના 07 દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા. જેમાં 03 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ શનિવારે સાંજે 04 વાગ્યે પૂરા થયા હતા. પરંતુ પોલીસે આરોપીઓને શનિવારે સવારે વહેલા કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેથી કોર્ટે પોલીસને ખખડાવી પણ હતી. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેથી કરીને રાહુલ ગાંધી પોલીસ મથકે બંધ કોંગ્રેસના આરોપી કાર્યકરોને મળી શક્યા નહોતા.

કેટલાક આરોપી વિદ્યાર્થી અને કેટલાક વૃદ્ધ છે, આરોપીના વકીલની કોર્ટમાં રજૂઆત
આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જેની ઉપર ગઈકાલે(10 જુલાઈ, 2024) સુનાવણી હાથ ધરાઇ હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓ વિદ્યાર્થી છે, કેટલાક સારી નોકરી ધરાવે છે અને કેટલાક વૃદ્ધ છે. FIR વધારી ચઢાવીને લખવામાં આવી છે. પથ્થરમારાની આગલી રાત્રે કેટલાક લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર શાહી લગાવી ગયા હતા એટલે પોલીસને આવો બનાવ બનશે તેવી શક્યતાની ખબર હતી. ભાજપ કાર્યકરો આવવાના હોવાથી કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા. પોલીસ આ બનાવ બનતા રોકી શકતી હતી. બધા કાર્યકરો અમદાવાદના રહેવાસી હોવાથી કાનૂની કાર્યવાહીમાં સહયોગ આપશે.

તો સામે પક્ષે સરકારી વકીલે આરોપીઓને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે આરોપીઓએ અસમાજિક પ્રવૃત્તિ કરી છે. તેમને જામીન ના આપીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચુકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી ,સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.

1 જુલાઈની મોડી રાતે બજરંગદળ અને VHPના કાર્યકરોએ રાહુલ ગાંધીના પોસ્ટ ફાડ્યા
1 જુલાઈની મોડી રાતના ચાર વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા.

ભાજપના યુવા મોરચાએ વિરોધની જાહેરાત કરી
ત્યાર બાદ ભાજપ દ્વારા સાંજે 4:30 વાગે કોંગ્રેસ કાર્યાલય પર યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવશે તેવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપનો કાર્યક્રમ જાહેર થતાં જ કોંગ્રેસ કાર્યાલય પર જેટલા લોકો હાજર હતા, તે તમામ કોંગ્રેસ કાર્યાલય પર જ રહ્યા હતા. આ ઉપરાંત 100 જેટલા નવા જોડાયેલા કાર્યકરો પણ હાજર હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સવારની ઘટનાની ફરિયાદ કરવા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ગયા હતા. 4:30 વાગે ભાજપના યુવા મોરચાના સભ્યો વિરોધ કરવા આવવાના હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરો કાર્યાલયની સીડીમાં એકઠા થતાં ગયા હતા.

ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા
ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સ્થિતિ પોલીસ કંટ્રોલ બહાર જતી રહી
આ દરમિયાન બંને તરફ પથ્થરમારો ચાલી રહ્યો હતો. પથ્થરમારામાં M ડિવિઝન એસીપી એ.બી વાળંદને પણ પગે પથ્થર વાગતા પગ લોહીલુહાણ થયો હતો, છતાં પગમાં પાટો બાંધી કામગીરી ચાલુ રાખી હતી. બંને તરફ પોલીસે કંટ્રોલ કરવા જઈ રહી હતી, પરંતુ સ્થિતિ પોલીસ કંટ્રોલ બહાર જતી રહી હતી. જેથી અન્ય પોલીસ પણ બોલાવવામાં આવી હતી. 30 મિનિટ જેટલો સમય સામસામે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો કાબૂમાં ન રહ્યા અને દંડા તથા પથ્થર સાથે ભાજપના કાર્યકરો તરફ દોડવા લાગ્યા હતા.

પોલીસે કેટલાક કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો
ભાજપના કાર્યકરો ડરના કારણે પાલડી ચાર રસ્તા તરફ ભાગવા લાગ્યા હતા. ભાજપના કાર્યકરો નાસી જતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોંગ્રેસના કાર્યકરો હિંસક બનતા પોલીસે કેટલાક કાર્યકરો પર લાઠીચાર્જ પણ શરૂ કર્યો હતો. પોલીસે એક બાદ એક જે પણ કાર્યકર હાથમાં આવે તેને ખેંચીને પોલીસની ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. તમામ કાર્યકરો ડરના કારણે કોંગ્રેસ કાર્યાલયમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો ફરીથી વિરોધ કરવા માટે પરત આવ્યા હતા.

પોલીસે કોંગ્રેસ ભવનમાં ઘૂસી કાર્યકરો-નેતાઓની અટકાયત કરી
જે કેબિનના દરવાજા બંધ હોય તે કેબિન જબરજસ્તી પોલીસે ખોલાવીને તમામ લોકોને બહાર કાઢ્યા અને અટકાયત કરી હતી. બાથરૂમમાં પણ પોલીસ પહોંચી હતી અને બાથરૂમમાં પણ કોંગ્રેસના કાર્યકરોને માર મારીને બહાર કાઢ્યા હતા. સમગ્ર કોંગ્રેસ ભવનમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન પથરા અને લાકડીઓ પણ કબજે કરી હતી. સેક્ટર 1 JCP, DCP સહિતનો કાફલો કોંગ્રેસ કાર્યાલય બહાર હાજર રહ્યો હતો.

પથ્થરમારામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલા અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ કલમ 189(2),191(2),190,191(3),125(બી),121(1), 121(2) મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!