GUJARAT

લોકોના જીવન સાથે રમત રમતો બોગસ ડોક્ટર: સામાન્ય ક્લિનિક નહીં પણ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો, બાળકીના મોતનો વીડિયો વાઈરલ થતાં ભાંડો ફૂટ્યો – Ahmedabad News


અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો તો જોયા હતા પરંતુ આ બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. આવા જ એ

.

સારવાર દરમિયાન છોકરીનું મોત થયું હતું
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાઈરલ વીડિયો મળ્યો હતો. જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો. જે મુજબ કોઈ બીમારીને લઈ દીકરીને બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ એક દિવસ પહેલાંનો છે. વીડિયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે, દીકરી સવારે સારી હતી. ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.50 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી. ડોક્ટરે છોકરીના પરિવારજનોને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલને સીલ મારી

રેકોર્ડની તપાસ કરી હોસ્પિટલને સીલ મારવામાં આવી
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું. આમ અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું. આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સારવાર દરમિયાન બાળકીનું મોત થયાનો વીડિયો વાઈરલ થયો હતો

સારવાર દરમિયાન બાળકીનું મોત થયાનો વીડિયો વાઈરલ થયો હતો



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!