GUJARAT

અત્યારે ટ્રાફિકજામ સૌથી મોટી સમસ્યા: કોઈપણ ખૂણેથી કાલુપુર સ્ટેશન આવો તો ટ્રાફિકમાં ફસાશો નહીં – Ahmedabad News


ઓમકારસિંહ ઠાકુર અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 2500 કરોડના ખર્ચે શરૂ થઈ ગઈ છે અને 36 મહિનામાં કામ પૂરું થશે. નવા બનનારા સ્ટેશન પર લોકો સરળતાથી પહોંચી શકે તે માટે કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી સ્ટેશનને જોડતો નવો 10 મીટર ઊંચો એલિવે

.

રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ હાલ કાલુપુર-સારંગપુર બ્રિજ 7થી 8 મીટરની ઊંચાઈ પર છે. નવો એલિવેટેડ રોડ તૈયાર થયા પછી નરોડા તેમજ સરસપુર સાઈડેથી આવતાં લોકો નીચે ઉતર્યા વગર સ્ટેશને પહોંચી શકશે. એ જ રીતે પ્રેમદરવાજા કે સારંગપુર તરફથી આવતા લોકો કાલુપુર સ્રકલ પાસેથી એલિવેટેડ રોડ પર થઈ સીધા સ્ટેશને પહોંચી શકશે.

એલિવેટેડ રોડ પ્લેટફોર્મના બંને છેડાને જોડશે
10 મીટર ઊંચા એલિવેટેડ રોડ પરથી સ્ટેશન પર આવવા-જવા પ્લેટફોર્મના બંને છેડે રસ્તો આપવામાં આવશે. આથી લોકો કોઈપણ છેડેથી એલિવેટેડ રોડ પર થઈ સ્ટેશન બહાર નીકળી શકશે અને ટ્રાફિક નડશે નહીં. રેલવે સ્ટેશનની બંને છેડે આવેલા કાલુપુર બ્રિજ તેમજ સારંગપુર બ્રિજ વર્ષો જૂના થઈ ગયા હોવાથી તેને પણ નવેસરથી બનાવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!